આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં નોટરી તરીકે પસંદ થયેલા 1500થી વધુ એડવોકેટશ્રીઓને પ્રમાણપત્ર એનાયત અને નોટરી પોર્ટલ લોન્ચિંગ કરશે


ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી માં બુધવારે સવારે યોજાનારા  કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી અને કાયદા રાજ્ય મંત્રીશ્રી સહભાગી થશે

(જી.એન.એસ) તા. ૧૧

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે પસંદગી પામેલા 1,500થી વધુ એડવોકેટશ્રીઓને બુધવાર તા.12 નવેમ્બરે ગાંધીનગરમાં પ્રમાણપત્રો એનાયત કરશે.

મુખ્યમંત્રીશ્રી આ અવસરે નોટરી પોર્ટલ પણ લોન્ચ કરીને રાજ્યમાં ઈ-નોટરી સિસ્ટમ તબક્કાવાર વિકસાવવાનો પ્રારંભ કરાવશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને કાયદા રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરીયા   અને  રાજ્યના એડવોકેટ જનરલ તેમજ  આમંત્રિતો અને વકીલો  નેશનલ લો યુનિવર્સિટીના ઔરા ઓડિટોરિયમમાં બુધવારે સવારે 11 કલાકે યોજાનારા આ પ્રમાણપત્ર વિતરણ સમારોહમાં સહભાગી થવાના છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *