(જી.એન.એસ) તા. 10
અમદાવાદ,

આંતર રાષ્ટ્રીય સહકારી વર્ષ-૨૦૨૫ ના ઉપલક્ષમાં રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC) દ્વારા સહકારી સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા અને સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે, સહકારી શ્રેષ્ઠતા અને યોગ્યતા માટેના માટેના NCDC પ્રાદેશિક પુરસ્કારો-૨૦૨૫ ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રાદેશિક કક્ષાએ ગુજરાત રાજ્યમાં વર્ષ-2025 માટે પાંચ અલગ અલગ શ્રેણી/વિભાગોમાં પ્રાથમિક સહકારી મંડળીઓ અને FPOને “પ્રાદેશિક સહકારી શ્રેષ્ઠતા અને યોગ્યતા પુરસ્કાર-2025” માટે નીચે મુજબ દસ(10) સહકારી મંડળીઓની પસંદગી કરવામાં આવી હતી, આ સહકારી મંડળીઓને શ્રી દિલીપભાઈ સંઘાણી, અધ્યક્ષ-ઇફકો અને અધ્યક્ષ-ગુજકોમાસોલના હસ્તે પુરસ્કાર રાશિ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ.
શ્રેણી 1: શ્રેષ્ઠ પ્રાથમિક ક્રેડિટ કોઓપરેટિવ્સ(PACS):-
• શ્રેષ્ઠતા પુરસ્કાર – શ્રી વાલુકડ સેવા સહકારી મંડળી લિ. પાલિતાણા, ભાવનગર
• યોગ્યતા પુરસ્કાર – શ્રી ટીંબી સેવા સહકારી મંડળી લિ., ઉમરાળા, ભાવનગર
શ્રેણી 2: ડેરી ક્ષેત્રની દુધ ઉત્પાદક શ્રેષ્ઠ પ્રાથમિક સહકારી મંડળી:-
• શ્રેષ્ઠતા પુરસ્કાર – પીપલાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ., સોજીત્રા, આણંદ
• યોગ્યતા પુરસ્કાર – કુશકલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ., પાલનપુર, બનાસકાંઠા.
શ્રેણી 3:સહકાર મંત્રાલય, ભારત સરકારની પહેલ અપનાવતી શ્રેષ્ઠ પ્રાથમિક સહકાર મંડળી(M-PACS):-
• શ્રેષ્ઠતા પુરસ્કાર – શ્રી સેવણી સેવા સહકારી મંડળી લિ., કામરેજ, સુરત.
• યોગ્યતા પુરસ્કાર – અસલાલી સેવા સહકારી મંડળી લિ., અમદાવાદ
શ્રેણી 4: શ્રેષ્ઠ મહિલા સહકારી:-
• શ્રેષ્ઠતા પુરસ્કાર – મહિલા વિકાસ કો-ઓપ થ્રીફ્ટ એન્ડ ક્રેડિટ સોસાયટી લિ., સુરત
• યોગ્યતા પુરસ્કાર – મુવાલ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ., વીરપુર, મહિસાગર
શ્રેણી 5: શ્રેષ્ઠ FPO સહકારી:-
• શ્રેષ્ઠતા પુરસ્કાર-શ્રી ધારી ખેડૂત કૃષિ ઉત્પદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી લિ., ચલાલા, અમરેલી
• યોગ્યતા પુરસ્કાર-વડાલી તાલુકા ખેત ઉત્પદક સહકારી મંડળી લિ., સાબરકાંઠા

આ પુરસ્કારો ઉપરોક્ત સોસાયટીઓને તા.૧૦.૧૦.૨૦૨૫ના રોજ અમદાવાદ ખાતે આયોજિત સમારોહમાં આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી દિલીપભાઈ સંઘાણી, અધ્યક્ષ-ઇફકો તેમજ અધ્યક્ષ-ગુજકોમાસોલનું રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC)ના ક્ષેત્રીય નિર્દેશક, શ્રી સંજય કુમાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ સમારંભમાં ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી(KDCC) બેંકના ચેરમેન શ્રી તેજસ પટેલ અને ગુજકોમાસોલના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી દિનેશ સુથાર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC)ના પ્રાદેશિક નિયામક, શ્રી સંજય કુમારે એવોર્ડ સમારંભમાં હાજર તમામ સહભાગીઓને NCDCની યોજનાઓ તેમજ પ્રાદેશિક પુરસ્કાર માટે પસંદગીના માપદંડો પર વધુ પ્રકાશ પાડ્યો. તેમણે સહકારી સંસ્થાઓને NCDCની ઉદાર યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી.
આ પ્રસંગે અધ્યક્ષ-ઇફકો તેમજ અધ્યક્ષ-ગુજકોમાસોલ, શ્રી દિલીપભાઈ સંઘાણીએ સહકારી મંડળીઓ માટે એવોર્ડ સમારોહનું આયોજન કરવા બદલ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC)ને અભિનંદન આપ્યા. તેમણે મંડળીઓના સભ્યોને સહકારી સિદ્ધાંતો અને ધોરણોનું પાલન કરવા તેમજ વધારેમાં વધારે મંડળીઓ આવી સ્પર્ધામાં જોડાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
NCDC પ્રાદેશિક પુરસ્કારો ફોર કોઓપરેટિવ એક્સેલન્સ-2025 માટે ₹.35,000/- અને મેરિટ-2025 માટે ₹.25,000/- ની રોકડ પુરસ્કાર ઉપરાંત પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન પણ એનાયત કરવામાં આવ્યા.

