આ છે દુનિયાનું સૌથી જૂનું વૃક્ષ, 5484 વર્ષની છે ઉંમર

આંતરરાષ્ટ્રીય
oldest tree in the world

વિશ્વનું સૌથી જૂનું વૃક્ષ દક્ષિણ ચિલીના એર્સ લકોસ્ટેરો નેશનલ પાર્ક (Air Costero National Park)માં છે. આ સાયપ્રસ ટ્રી છે. જેને દેવદાર કહેવામાં આવે છે. સૌથી જૂનું (oldest tree in the world) કહેવાનો અર્થ એ છે કે આ વૃક્ષની ઉંમર પૃથ્વી પરના તમામ વૃક્ષો કરતાં વધુ છે. તેથી જ વૈજ્ઞાનિકો તેને ‘ગ્રેટ ગ્રાન્ડફાધર’ પણ કહે છે.

આ એક લુપ્તપ્રાય પ્રજાતિનું વૃક્ષ

પેરિસમાં ક્લાઈમેટ એન્ડ એન્વાયર્નમેન્ટલ સાયન્સ લેબોરેટરીના ઈકોલોજિસ્ટ જોનાથન બરીચેવિચે જણાવ્યું કે, આ સાઇપ્રેસ ટ્રીની ઉંમર 5484 વર્ષ છે. અમે તેની ઉંમર, કદ, ફેલાવો વગેરે કોમ્પ્યુટર મોડલથી તપાસીને શોધી કાઢ્યું છે. આ એતક લુપ્તપ્રાય પ્રજાતિનું વૃક્ષ છે.

આ વૃક્ષના થડનો વ્યાસ 4 મીટર છે

જોનાથને કહ્યું કે, કોમ્પ્યુટર મોડલ દ્વારા અમે તેના 80 ટકા વિકાસની સ્ટોરી શોધી કાઢી છે. માત્ર 20 ટકા સંભાવના છે કે આ વૃક્ષ જણાવેલી વય કરતા ઓછું હશે. કારણ કે આ વૃક્ષના થડનો વ્યાસ 4 મીટર છે. તેથી તેની વીંટીઓ ગણી શકાય તેમ ન હતી. આ વૃક્ષે ભૂતકાળના સૌથી જૂના વૃક્ષનો રેકોર્ડ તોડ્યો છે.

બ્રિસ્ટલકોન પાઈનના નામે હતો સૌથી જૂના વૃક્ષનો રેકોર્ડ

અગાઉ,  કેલિફોર્નિયાના સફેદ પર્વતોમાં સ્થિત બ્રિસ્ટલકોન પાઈનને સૌથી જૂનું વૃક્ષ કહેવામાં આવતું હતું. તેનું નામ મેથુસેલાહ છે. તેની ઉંમર 4853 વર્ષ છે. પરંતુ ગ્રેટ ગ્રાન્ડફાધરની ઉંમર 5,484 વર્ષ છે. જોનાથન કહે છે કે, કેટલાક વૈજ્ઞાનિકો આ સાક્ષાત્કાર સાથે સહમત નથી, પરંતુ ઝાડમાં છિદ્રો કર્યા વિના અથવા કાપ્યા વિના તેની ચોક્કસ ઉંમર શોધવાનો કોઈ સચોટ રસ્તો ન હોઈ શકે.

5 હજાર વર્ષથી વધુ જૂનું હોઈ શકે છે આ વૃક્ષ

કોલંબિયા યુનિવર્સિટીની ટ્રી રિંગ લેબોરેટરીના ડાયરેક્ટર એડ કૂક કહે છે કે, જો આપણે વૃક્ષની અંદરની રિંગ્સની ગણતરી ન કરી શકીએ તો તેની ચોક્કસ ઉંમર નક્કી કરવી મુશ્કેલ છે. પરંતુ જોનાથને જે ટેકનિક વડે આ વૃક્ષની ઉંમરની ગણતરી કરી છે તે લગભગ સચોટ હોઈ શકે છે. તે પુષ્ટિ છે કે આ વૃક્ષ 5000 વર્ષથી વધુ જૂનું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.