(જી.એન.એસ) તા.6
ગાંધીનગર,
ગુજરાતવાસીઓ માટે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે જેમાં, અરબ સાગરમાં સર્જાયેલ વાવાઝોડું ‘શક્તિ’ હવે નબળું પડી ચૂક્યું છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, ગુજરાત તરફ ફંટાયેલી દિશામાં આગળ વધતું આ વાવાઝોડું હવે ‘સેવિયર સાયક્લોનિક સ્ટોર્મ’માંથી ઘટીને ‘સાયક્લોનિક સ્ટોર્મ’માં પરિવર્તિત થયું છે અને આવતા 7 ઓક્ટોબર સુધીમાં તે વધુ નબળું પડી ‘ડિપ્રેશન’માં ફેરવાઈ જશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 2 દિવસ સુધી ગુજરાતભરના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
જ્યારે 9 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા અને છોટા ઉદેપુર સહિત 16થી વધુ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

