અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો જીવ લેવા માટે જાહેર કર્યો હતો 8647 કોડ,

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો જીવ લેવા માટે જાહેર કર્યો હતો 8647 કોડ,


અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ!

અમેરિકી સિક્રેટ સર્વિસ અને FBI દ્વારા ષડયંત્રની તપાસ કરાઈ તેજ

(જી.એન.એસ) તા. 16

વોશિંગ્ટન,

અમેરિકામાં અત્યારે એક પોસ્ટને લઈને મોટો વિવાદ સર્જાયો છે. આ પોસ્ટમાં ફક્ત ’86 47′ લખવામાં આવ્યું હતું પરંતુ આ સામાન્ય આંકડાને લઈને અમેરિકાના અધિકારીઓ વધુ એલર્ટ મોડમાં આવ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના કથિત કાવતરાનો એક ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ભૂતપૂર્વ FBI ડિરેક્ટર જેમ્સ કૉમીનું નામ સામે આવતાં હડકંપ મચી ગયો છે.

’86 47’આ આંકડા સામાન્ય નહીં પરંતુ અમેરિકામાં તેને ધમકી માનવામાં આવે છે. ’86’ નંબરના આ આંકાડનો ઉપયોગ અપશબ્દ અથવા ધમકી માટે કરાય છે જ્યારે 47 ને ડોનાલ્ડ ટ્રમ્પ માટેનો એક કોડ માનવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ હોવાથી આ આંકડાનો ગર્ભિત અર્થ અથવા કોડ કહીએ તો તેમના સંબંધમાં વપરાય છે. અને એટલે જ અમેરિકામાં જ્યારે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ’86 47′ પોસ્ટને ધમકી ગણતા અધિકારીઓ વધુ એલર્ટ થયા છે.

આ મામલે અધિકારીઓના જણાવ્યા મુજબ 86 નો અર્થ ઉપાડવો, ફેંકી દેવો, છૂટકારો મેળવવો અને કાઢી નાખવો એવો થાય છે અને 47 આંકડા ટ્રમ્પ માટેનો કોડ હોવાના કારણે ’86 47′ પોસ્ટને ડોનાલ્ડ ટ્રમ્પ સામે હત્યાની ધમકી કહેવામાં આવી રહી છે. આ પોસ્ટનો સંબંધ ભૂતપૂર્વ FBI ડિરેક્ટર જેમ્સ કોમી સાથે હોવાનું સામે આવ્યું છે. એવું કહેવાય છે કે આ પોસ્ટ દ્વારા જેમ્સ કોમીએ પરોક્ષ રીતે ટ્રમ્પને હત્યાની ધમકી આપી હતી. અધિકારીઓને જેમ્સ કોમી પર એટલા માટે શંકા છે કે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે જેમ્સ કોમીને તેમના કાર્યકાળ દરમિયાન FBI ડિરેક્ટર પદ પરથી દૂર કર્યા હતા. આ પોસ્ટને લઈને વિવાદ ઉઠયા બાદ જેમ્સ કોમીએ ખુલાસો કર્યો કે મને ખ્યાલ નથી કે આ બે નંબરો આટલા મહત્વના છે અને તે કથિત રીતે હિંસા સાથે જોડાયેલા છે. 

અમેરિકામાં આ વિવાદિત પોસ્ટ બાદ ટ્રમ્પની સુરક્ષાને વધુ મજબૂત કરવામાં આવી છે. જો કે સાંસદ એન્ડી ઓગલ્સે કહ્યું કે આ પોસ્ટનો અર્થ 47 ને મારવાનો એટલે કે રાષ્ટ્રપતિને મારવાનો હતો એટલે આ મામલે સઘન તપાસ થવી જોઈએ. જેમ્સ કોમી સામે તપાસની માંગ સાથે તેમની પાસે વધુ કોઈ કોઈ સંવેદનશીલ દસ્તાવેજો છે કે કેમ તે અંગે પણ તપાસ કરવા એજન્સીઓને સૂચન કર્યું છે. આ અંગે, સિક્રેટ સર્વિસ દ્વારા જણાવવામાં આવ્યું કે અમે જેમ્સ કોમીની પોસ્ટને ગંભીરતાથી લીધી છે. અમે તેમની તપાસ કરીશું. અમે આ મામલે ગંભીર છીએ અને અમારી ગુપ્ત સેવા પણ આની ઊંડાણમાં તપાસ કરીશું. શું આ ખરેખર ખતરો છે. આ સિવાય, આ કેટલું મોટું જોખમ હોઈ શકે છે? તે જ સમયે, FBI ના વર્તમાન ડિરેક્ટર કાશ પટેલે પણ આ બાબતની નોંધ લીધી છે. તેમણે કહ્યું કે આવા કેસોની તપાસ કરવાનો પહેલો અધિકાર ગુપ્ત સેવાને છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *