અમદાવાદ GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

અમદાવાદ GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત


(જી.એન.એસ) તા. 6

અમદાવાદ,

અમદાવાદ GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 26.06.2025ના રોજ 11:00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ GPOની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.

આવી ફરિયાદો તારીખ 20.06.2025 સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ GPO, અમદાવાદ-380001ને મોકલવાની રહેશે. તારીખ 20.06.2025 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમ જ નીતી વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહીં.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *