અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓની ઓળખ થઈ શકે તે માટે બીજે મેડીકલ કૉલેજના કસોટી ભવનમાં પરિવારનાં સભ્યોના DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા શરૂ કરાઇ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓની ઓળખ થઈ શકે તે માટે બીજે મેડીકલ કૉલેજના કસોટી ભવનમાં પરિવારનાં સભ્યોના DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા શરૂ કરાઇ


(જી.એન.એસ) તા. 12

અમદાવાદ,

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મત્યુ પામેલા લોકોની ઓળખ થઈ શકે એ ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે અમદાવાદની બીજે મેડીકલ કોલેજમાં આવેલા કસોટી ભવન ખાતે પરિવારના સભ્યો જેમ કે માતા – પિતા, ભાઈ , બહેનનું લોહીનું સેમ્પલ લેવામાં આવી રહ્યું છે, ત્યારબાદ ડીએનએ ટેસ્ટની શરુઆત કરાઇ છે.

કસોટી ભવન ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના  પરિવારના સભ્યોનું બ્લડ સેમ્પલ લીધા બાદ ડીએનએ ટેસ્ટ માટે તેને ફોરેન્સિક લેબ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ તેનો રિપોર્ટ આપવામાં આવશે.

બીજી બાજુ વિમાન દુઘર્ટનામાં મૃત્યુ પામેલા લોકોનો પણ ડી.એન.એ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ડીએનએનો  ફોરેન્સિક ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ બંને ડીએનએ ટેસ્ટના મેચ બાદ દર્દીની ઓળખ થકી તેના પરિવારને ડેડબોડી આપવામાં આવશે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *