સર્કિટ હાઉસ અને હોટેલ સહિતનાં સ્થળો પર 73 રૂમ રિઝર્વ, 165 પરિવારજનોનાં નિ:શુલ્ક રોકાણની વ્યવસ્થા કરાઇ
(જી.એન.એસ) તા. 18
અમદાવાદ,
અમદાવાદમાં 12મી જૂને થયેલી વિમાન દુર્ઘટના બાદ સરકારનાં અન્ય વિભાગોની જેમ માર્ગ અને મકાન વિભાગ પણ સતત ખડેપગે છે. મૃતકોનાં પરિવારજનોનાં રોકાણ સહિતની વ્યવસ્થા સાચવવા માટે વિભાગનું તંત્ર સરાહનીય પ્રયાસો કરી રહ્યું છે.
મૃતક મુસાફરોનાં DNA સેમ્પલિંગ સહિતની પ્રક્રિયાનાં કારણે જે પરિવારજનોનું અમદાવાદમાં રોકાણ જરૂરી છે તેમના મે વિભાગ દ્વારા એનેક્ષી સર્કિટ હાઉસ, ખાનગી હોટેલ સહિતનાં સ્થળો પર 73 રૂમ રિઝર્વ રાખવામાં આવ્યા છે. જે પૈકી 18-06-2025ની પરિસ્થિતિએ 65 રૂમમાં 165 વ્યક્તિઓએ રોકાણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે રોકાણ અને ભોજન સહિતની આ વ્યવસ્થા નિ:શુલ્ક ઉભી કરવામાં આવી છે.
આ ઉપરાંત આકસ્મિક સંજોગોને ધ્યાનમાં પરિવારજનોનાં ટ્રાન્સપોર્ટેશન માટે કુલ ૧૨ કાર સતત સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.