અમદાવાદના પાલડીમાં આવેલી વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં અચાનક આગ ભભૂકી ઊઠી


(જી.એન.એસ) તા. ૫

અમદાવાદ,

શહેરના પાલડી વિસ્તારમાં આવેલી વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.  સદભાગ્યે, હોસ્પિટલમાં દાખલ તમામ 10 બાળકોને સમયસર અને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી.

આગ લાગવાની ઘટના બાદ હોસ્પિટલમાં ધુમાડાના વાદળો ફેલાઈ ગયા હતા. ફાયર બ્રિગેડને જાણ કરાતા તેની બે થી વધુ ગાડીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે થોડા જ સમયમાં આગને કાબૂ મેળવી લેવામાં આવ્યો હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. જોકે, આ ઘટનાએ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના મુદ્દા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. ઘટના બાદ હવે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો પૂરતા હતા કે નહીં અને તે કાર્યરત હતા કે નહીં, તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ ફાયર કંટ્રોલ રૂમને કોલ આવતાં જ 3 ફાયર એન્જિન અને 2 રેસ્ક્યુ વાન પહોંચી ગઈ હોવાની માહિતી સામે આવી રહી છે. મળી રહેલી જાણકારી અનુસાર, ફાયર વિભાગની ટીમે આગ ઉપર કંટ્રોલ કરવા માટે ઝંઝૂમવું પડ્યું હતું. પરંતુ થોડી જ કલાકોમાં આગ ઉપર કંટ્રોલ કરી લેવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં વધારે ધૂમાડો ફેલાયો હોત તો બાળકોને વધારે મુશ્કેલી પડી ગઈ હોત પરંતુ ફાયર બ્રિગેડની ટીમે સાવચેતીપૂર્વક કામ કરીને આગ ઉપર કંટ્રોલ કરવાની સાથે-સાથે 8 બાળકોને રેસ્ક્યૂ પણ કરી લીધા હતા.

ફાયરમેનોની આ કાર્યવાહીની હોસ્પિટલ અને આસપાસના રહેવાસીઓ સહિત દર્દીઓ મનભરીને વખાણ કરી રહ્યાં હોવાની પણ માહિતી સામે આવી રહી છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *