અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ પાસે મહિલા કારચાલકે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ પાસે મહિલા કારચાલકે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત


(જી.એન.એસ) તા. ૧૪

અમદાવાદ,

ફરી એકવાર શહેરમાં રાતના સમયે થયો ગંભીર અકસ્માત, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ પાસે આવેલા ચાર રસ્તા પાસે મહિલા કારચાલકે ટુ વ્હીલરને ટક્કર મારતાં બાઇક પર સવારબે યુવકો પૈકી એકનું મોત નીપજ્યું છે, જ્યારે બીજા યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડાયો છે. મહિલા અકસ્માત સર્જાયા બાદ મહિલા ફરાર થઈ ગઇ હતી.

આ અકસ્માત મામલે સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ કે, એક મહિલા કારચાલકે પૂરપાટ ઝડપે ક્રેટા કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલક મહિલાએ સામે તરફથી બાઇક લઇને આવેલા બે યુવકોને ટક્કર મારતાં બે પૈકી એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે કાર ઓવરસ્પીડ હોવાથી બાઇક ગાડીની અંદર ઘૂસી ગઇ હતી.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *