આજથી દ્રિતીય શૈક્ષણિક સત્રનો પ્રારંભ : દિવાળી નુ વેકેશન પૂર્ણ થતા શાળાઓ બાળકોના કલરવથી ખીલી ઉઠશે
જિલ્લા પંચાયત હેઠળની પ્રાથમિક શાળાઓ સહિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નો પ્રારંભ થશે
પ્રથમ દિવસે જ શાળાઓમાં જતા ઠેર ઠેર બાળકો જોવા મળશે
જીલ્લા ભર માં શાળાઓનુ 21 દિવસ નુ દિવાળી વેકેશન પૂર્ણ થતા સોમવારે એટલે કે આજથી થી દ્રિતીય શૈક્ષણિક સત્ર નો પ્રારંભ થઈ રહ્યો છે જેને લઇ અભ્યાસ માટે શહેરો તથા ગ્રામીણ વિસ્તારોમાં આવેલી શાળાઓમાં વિદ્યાર્થીઓ હાજરી જોવા મળશે ત્યારે શાળાઓમાં બાળકોના કલરવ થી ખીલી ઉઠશે
દિવાળી વેકેશન બાદ શૈક્ષણિક સત્ર ફરી એકવાર રાબેતા મુજબ આજ થી શરૂ થવા જઈ રહ્યું છે શિયાળ ની ફુલગુલાબી ઠંડી ની અસર વચ્ચે વેકેશન આજ થી પૂર્ણ થતા તમામ શાળાઓ માં દ્રિતીય શૈક્ષણિક સત્ર ની શરૂઆત થવા જઈ રહ્યી છે ત્યારે બાળકો.ભુલકાઓ વેકેશન દરમિયાન મામા ફોઈ માસી ને ધરે મળી પરત પોતાના ધરે આવી આજથી રાબેતા મુજબ શાળાઓ માં જવાની શરૂઆત કરશે જેને લઈને શાળાઓ સહિત બસ સ્ટેન્ડ અને રસ્તાઓ પર પણ અભ્યાસ કરવા જતાં બાળકો ની અવરજવર જોવા મળશે
શાળાઓનું દિવાળી વેકેશન ૨૮ ઓક્ટોબર થી ૧૭ નવેમ્બર સુધી જાહેર કરવામાં આવ્યું હતું
દિવાળીના તહેવારોમાં શાળાઓનું ૨૧ દિવસનું દિવાળી વેકેશન પડતું હોય છે ત્યારે આ વર્ષે પણ દિવાળીનું વેકેશન ૨૮ ઓક્ટોબરથી જાહેર કરવામાં આવ્યું છે અને જે ૧૭ નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતુ જે આજે પુર્ણ થતાં ૧૮ નવેમ્બર થી બીજા સત્ર નું શૈક્ષણિક કાર્ય નો પ્રારંભ થવા જઇ રહ્યો છે
શાળાઓમાં વેકેશન ખુલતા એસટી સ્ટેન્ડ પર પણ લોકોની ભીડ
શાળાઓનું વેકેશન ખુલતા વાલીઓ સહિત બાળકો ની અવર-જવર વધતા એસટી સ્ટેન્ડ ઉપર પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે વતનમાં ગયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ રાબેતા મુજબ પોતાના પોતાના નિયત સ્થાને જવા માટે એસટી બસનો ઉપયોગ કરતા બસોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે