સોનિયા ગાંધી 78 વર્ષના થયા : બે વખત સરકાર બનાવવાની તક મળી પરંતુ તેમણે વડાપ્રધાન બનવાનો ઇનકાર કરી દીધો

સોનિયા ગાંધી 78 વર્ષના થયા : બે વખત સરકાર બનાવવાની તક મળી પરંતુ તેમણે વડાપ્રધાન બનવાનો ઇનકાર કરી દીધો

ચૂંટણીની રાજનીતિમાં સક્રિય કોઈપણ મોટા નેતા માટે વડાપ્રધાન પદ એક સપનું છે, પરંતુ સોનિયા ગાંધી તેના માટે કેમ તૈયાર ન હતા? સોનિયાની રાજકીય સફરની ચર્ચા કરતી વખતે એ પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે કે તેમણે વડાપ્રધાન પદનો અસ્વીકાર કેમ કર્યો? 09 ડિસેમ્બરે 78 વર્ષની થઈ અને હવે રાજ્યસભાના સભ્ય છે. સોનિયા ગાંધીના નેતૃત્વમાં યુપીએને બે વખત સરકાર બનાવવાની તક મળી પરંતુ તેમણે વડાપ્રધાન બનવાનો ઇનકાર કરી દીધો. સોનિયા ગાંધીનો જન્મ 9 ડિસેમ્બર 1946ના રોજ ઇટાલીના વેનેટો પ્રદેશના લુસિયાના નામના નાના ગામમાં થયો હતો. તેના પિતા સ્ટેફાનો મિયાનોએ તેનું નામ એન્ટોનિયા એડ્વિસ અલ્બીના મિયાનો રાખ્યું છે. કોઈએ વિચાર્યું ન હતું કે આ છોકરી પછીથી ભારતીય રાજકારણનો એક મોટો ચહેરો બનશે અને ભારતની સૌથી જૂની પાર્ટી (કોંગ્રેસ)ની અધ્યક્ષ બનશે.

રીતે રાજકીય ઇનિંગ્સ શરૂ થઇ હતી

1968માં સોનિયા સાથે લગ્ન કર્યા બાદ રાજીવ તેને ભારત લાવ્યો હતો. રાજીવ રાજનીતિથી દૂર રહ્યા અને એરલાઇન પાઇલટ તરીકે પોતાની કારકિર્દી પસંદ કરી. રાજીવ ગાંધી 1980માં સંજય ગાંધીના અવસાન બાદ રાજકારણમાં આવ્યા હતા. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ વડાપ્રધાન બન્યા હતા. આ સમયગાળા દરમિયાન, સોનિયા ગાંધીએ રાજકારણથી અંતર જાળવી રાખ્યું હતું અને કલા સંરક્ષણના ક્ષેત્રમાં કામ કર્યું હતું, પરંતુ 1991માં રાજીવ ગાંધીની હત્યા બાદ, સોનિયા ગાંધીને કોંગ્રેસનું નેતૃત્વ સંભાળવાની ઓફર મળી હતી, જેને તેમણે શરૂઆતમાં નકારી કાઢી હતી.

subscriber

Related Articles