જીલ્લામાં બદલાયેલા વાતાવરણ વચ્ચે આકાશમાં વાદળો છવાયા
ડીસામાં ત્રણ દિવસમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ફેરફાર
માવઠું થવાની સંભાવના નહિવત વાદળો વિખેરાતા ઠંડીનું જોર વધશે
વાદળછાયા વાતાવરણના પગલે ખેતીના ઉભો પાકોમાં અસર વર્તાવવા ની શક્યતાઓ
ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે જેના કારણે ઠંડી ની મોસમ જામે તે પહેલા ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાં અનેક સ્થળો ઉપર માવઠું અને વાદળછાયુ વાતાવરણનું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડું અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ ને પગલે ગુજરાતના અનેક ભાગોમાં તેની અસર જોવા મળી રહી છે જેમાં ઉત્તર ગુજરાતમાં પણ થતા બે દિવસ થી કેટલાક ભાગોમાં વાદળો છવાતા ઠંડીની ઋતુમાં પણ મધ્યાહને ગરમીનો પણ અનુભવ થવા લાગ્યો છે ડીસામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધધટ થવા પામી રહી છે જોકે મધ્ય રાત્રે અને વહેલી સવારે ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા પણ બંને સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ ની અસરને લઈ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે અને રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ દર્શાવી છે જોકે ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં માવઠાની અસર થવાની શક્યતાઓ નહિવત જોવા મળી રહી છે પરંતુ આકાશ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહશે ત્યારબાદ વાદળો વિખેરાતાની સાથે ઠંડીનું જોર પણ વધવાની શક્યતાઓ રહેલી છે.
ડીસાનું લઘુતમ તાપમાન 14.5 ડીગ્રી નોંધાયું: છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે જેમાં શુક્રવારે લઘુતમ તાપમાન નો પારો 1.4 ડિગ્રીના ઘટાડા સાથે 14.5 ડીગ્રી ઠંડીનો પારો નોંધાયો હતો જેને લઇ લોકોને માંડી સાંજ થી વહેલી સવાર સુધી ઠંડીનો અહેસાસ થવા પામ્યો હતો.
માવઠાની શક્યતાઓ નહીંવત હોવાથી ખેડૂતોમાં રાહત મળશે: શિયાળની શરૂઆત માં માવઠું થવાની શક્યતાઓને લઈ ખેડૂતોમાં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લામાં માવઠાની અસર નહીવત હોવાનું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે ખેડૂતોના માથે થી ચિંતા ની લકીરો દૂર થઈ છે જોકે વાતાવરણના બદલાવ વચ્ચે આકાશમાં વાદળો છવાતા ખેતીના ઉભા પાકો પર તેની માઠી અસર થવાની શક્યતાઓ રહેલી છે.
વાદળછાયા વાતાવરણના પગલે ખેતીના ઉભાપાકોમાં રોગચાળો વકરવાની સંભાવના : ખેડૂતો આ અંગે કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે માવઠું થાય અને વાદળછાયુ વાતાવરણ રહે તો ખેતીના ઉભા પાકોમાં રોગચાળો વકરવાની શક્યતાઓ રહેલી છે જેમાં ખાસ કરી રાયડો એરડા જેવા પાકોમાં વાદળછાયા વાતાવરણ ના કારણે ફુલો ખરી પડતાં હોય છે. આ ઉપરાંત બટાટા જીરૂ સહિતના પાકો પર પણ વિપરિત અસર થવાની સંભાવના રહેલી છે.