જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન : એન્કાઉન્ટરમાં 5 આતંકીઓને ઠાર બે જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન : એન્કાઉન્ટરમાં 5 આતંકીઓને ઠાર બે જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 5 આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં બે જવાન ઘાયલ થયા છે. શંકાસ્પદ આતંકવાદીઓની હાજરીની બાતમી મળતાં જ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો, ત્યારબાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી. એક અધિકારીએ જણાવ્યું કે, “પાંચ આતંકવાદીઓના મૃતદેહ બગીચામાં પડ્યા છે, પરંતુ તેઓ હજુ સુધી પકડાયા નથી.

એન્કાઉન્ટરના એક દિવસ પહેલા, સુરક્ષા દળોએ કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા નજીકના જંગલ વિસ્તારમાંથી શસ્ત્રો, દારૂગોળો અને માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો હતો. ચોક્કસ બાતમીના આધારે સેના અને પોલીસે મંગળવારે નિયંત્રણ રેખા નજીક તંગધારના અમરોહી વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન, ચાર પિસ્તોલ, છ મેગેઝિન, લગભગ ચાર કિલોગ્રામ માદક દ્રવ્ય અને અન્ય શસ્ત્રો મળી આવ્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહ સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી શકે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ બાદ પ્રથમ વખત આ બેઠક યોજાશે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, સેના, અર્ધલશ્કરી દળો, જમ્મુ-કાશ્મીર પ્રશાસન, ગુપ્તચર એજન્સી અને ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓ આ બેઠકમાં ભાગ લઈ શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *