કાંકરેજનાં થળી જાગીર મઠનો વિવાદ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યો છે. થળી જાગીર મઠના મહંત જગદીશ પૂરી નું નિધન થતા તેમની ગાદી ઉપર દેવ દરબારગઢના મહંત દ્વારા થળી જાગીર મઠના મહંત પદે શંકરપૂરી મહારાજને બેસાડી દીધા હતા. ત્યારે શંકરપૂરી મહારાજને બેસાડી દેતા દશનામ ગૌસ્વામી સમાજ માં રોષ ફેલાયો છે. દશનામ ગૌસ્વામી સમાજની માગણી છે કે જગદીશ પુરી નું નિધન થતાં તેમની જગ્યાએ કાર્તિક પુરીને બેસાડવામાં આવવાના હતા પરંતુ શંકર પૂરી ને બેસાડી દેવામાં આવ્યા છે.જેને લઇ દસ ગામ ગૌસ્વામી સમાજ ના લોકોએ વિરુદ્ધ નોંધાયો છે અને આ ગાદી તરીકે કાર્તિક પુરીને બેસાડવામાં આવે તેવી માંગ સાથે આજે પાલનપુર ખાતે રેલી યોજી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
થળી જાગીર મઠનો વિવાદ સતત વધી રહ્યો છે. અનેક લોકોની સમજાવટ બાદ પણ મઠનો વિવાદ શાંત થતો નથી. સમગ્ર વિવાદને લઈને દસનામ ગૌસ્વામી સમાજના લોકોએ આક્ષેપો કરતા કહ્યું હતું કે દેવગઢ દરબાર ગઢના મહંતે ગૌસ્વામી સમાજ વિશે અભદ્ર શબ્દો બોલ્યા છે અને થળી જાગીરમઠમાં લૂંટફાટ કરી છે પૈસા ખાઈ ગયા છે. જગદીશ પુરી નું નિધન થતાં તેમની અંતિમ વિધિ પણ રીતરિવાજ મુજબ કરવામાં આવી નહોતી. અને તેમના નિધન બાદખોટી રીતે શંકર પુરીને ગાદી ઉપર બેસાડી દેવામાં આવ્યા છે. ત્યારે દશનામ ગૌસ્વામી લોકો દ્વાર મઠ ની ગાદી ઉપર બેસનાર અને તેમને બેસાડનાર મહંત સામે આક્ષેપો કરી આજે સભા બાદ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.
થળી જાગીર મઠના વિવાદમાં હવે કાંકરેજ પંથકના લોકો સહિત સંતો અને મહંતો આજના વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતા. તેમનું માનવું છે કે મહંત કાર્તિક પૂરી ને જાગીર મઠના મહંત બનાવવા જોઈએ અને શંકરગિરીને દૂર કરવા જોઈએ. ત્યારે હાલ તો એક ગાદી માટે બે મહંતની લડાઈ નો વિવાદ સતત વધતો જોવા મળી રહ્યો છે.