બી.જેડ ના કૌભાંડ નો રેલો વાવ સુધી પહોંચ્યો ભાટવર નો યુવક બે લાખ માં છેતરાયો

બી.જેડ ના કૌભાંડ નો રેલો વાવ સુધી પહોંચ્યો ભાટવર નો યુવક બે લાખ માં છેતરાયો

વાવ પોલીસ મથક સહિત જિલ્લા પોલીસ વડા ને લેખિતમાં ફરિયાદ અપાઈ

વાવ તાલુકાના ભાટવર ગામના કેતનભાઈ શામજીભાઈ ગોહિલે વાવ પોલીસ મથકમાં એક લેખિત અરજી થી ફરિયાદ આપી જણાવ્યા અનુસાર તેઓ એક વર્ષ અગાઉ પાલનપુર મુકામે સમજકલ્યાણ ઓફીસ માં કામ કાજ અર્થે ગયેલા તે સમય દરમિયાન તેમને મૂળ વતની મશાલી તા.સુઇગામ જી.બ.કાના દાનાભાઈ વજાભાઈ પરમાર જોડે મુલાકાત થયેલ દાના ભાઈ એક બી.જેડ નામની કંપનીના એજન્ટ છે અને તેમના સી.ઇ.ઓ મયુર દરજી છે તેમની સાથે ના ફોટા ઓ બતાવી કેતનભાઈ ગોહિલ ને વિશ્વાસ માં લઇ તારીખ 12.10.2023 ના રોજ રૂપિયા બે લાખ એક વર્ષમાં ડબલ કરવા માટે લઈ લીધેલા પરંતુ તાજેતર માં બી.જેડ કંપનીનું કૌભાંડ બહાર આવતા કેતનભાઈ પટેલે એજન્ટ ની તપાસ કરતાં કોઈ સમ્પર્ક ન થતાં તેઓ એ એક  લેખિત માં વાવ પોલીસ મથક ખાતે તેમજ જિલ્લા પોલીસ વડા ને અરજી આપેલ છે.

વધુ માં તેઓ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારી અરજી ને પોલીસ ધ્યાન માં લઇ ને જો સાચી દિશામાં તપાસ હાથ નહિ ધરે તો હું ન્યાય માટે કોર્ટ નો સહારો લઈશ જોકે બ.કાં જિલ્લાના કેટલાય લોકો આ કમ્પની નો ભોગ બન્યા છે. ચોરની મા કોઠીમાં મો રાખી રૂવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હવે જોવાનું એ રહ્યું કે બી.જેડ કંપની ના કૌભાંડ નો ભોગ બનેલા કેતન ભાઈ ને નાણાં પરત મળશે કે નહીં?

subscriber

Related Articles