બનાસકાંઠા જિલ્લામાં વધુ ૫૩ લોકોના સેમ્પલ લેવાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર: સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. આજે જિલ્લામાંથી વધુ ૫૩ લોકોના સેમ્પલો લેવાયા છે. જે પૈકી કોરોના પોઝિટિવ દર્દીઓના કોન્ટેક્ટમા આવેલા વધુ ૧૩ લોકોના પણ આજે સેમ્પલો લેવામાં આવેલ છે.
સરહદી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ સહિત જિલ્લામાં અત્યારસુધીમા કુલ ૩૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ગતરોજ વડગામ તાલુકામાં પણ કોરોનાએ પગપેસારો કરી દીધો છે. જો કે, પોઝિટિવ દર્દીઓના કોન્ટેક્ટમા આવેલા લોકોને શોધવા પણ આરોગ્ય વિભાગે કવાયત શરૂ કરેલ છે. જેમાં આજે પોઝિટિવ દર્દીઓના કોન્ટેક્ટમા આવેલા વધુ ૧૩ સાથે જિલ્લામાંથી કુલ નવા ૫૩ લોકોના સેમ્પલો લેવાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.