બેન્કોના નાણા ન ચૂકવતા ડીસાના હીરા વેપારીની મુંબઈ ઓફિસ સીલ

મૂળ બનાસકાંઠાના ડીસાના હીરા વેપારીની જાણીતી કંપની સંઘવી એક્સપોર્ટની મુંબઇ સ્થિત ઓફિસ 467 કરોડની બેન્ક લોન નહીં ભરી શકતા સીલ કરી છે. બેન્કે સંઘવી પરિવારની ત્રણ કંપનીઓ અને તેની બેન્ક ગેરન્ટર રહેલી કંપનીઓને અગાઉ નોટિસ પાઠવી 60 દિવસમાં નાણાં ભરપાઈ કરવા જણાવ્યું હતું. પરંતુ રૂપિયા ભરપાઇ ન થતાં આખરે બેન્ક અધિકારીએ સરફેસી એક્ટ-2002 મુજબ સંઘવી એક્સપોર્ટની બ્રાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ નજીકના ભારત ડાયમંડ બુર્સમાં આવેલી ઓફિસનો કબજો લઈ લીધો હતો. ચંદ્રાકાન્ત સંઘવી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મોટુ નામ ગણાઇ છે નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારે ચીનની યાત્રા દરમિયાન સુરતથી એકમાત્ર ચંદ્રકાન્ત સંઘવી તેમની સાથે ગયા હતા,તેઓ જીજેઇપીસીના ચેરમેન પણ રહી ચૂકયા છે.જો કે, કંપનીઓ લાંબા સમયથી નાણાભીડમાં હોવાની ચર્ચા હતી. આથી સુરતમાં ધંધો સમેટવાની શરૂઆત પણ કરી દેવાઈ હતી. કહેવાય છે કે દસ જેટલી બેન્કો પાસે લોન લેવામાં આવી હતી. પરંતુ આ રૂપિયા પરત ન આવે એવા અણસાર દેખાતા બેન્કોએ ડૂબેલા રૂપિયા નાણા મેળવવા માટે બેંક ઓફ ઇન્ડિયાને લીડ બેંક બનાવી અલ્હાબાદ બેંક, આંધ્ર બેંક, દેના બેંક, આઇડીબીઆઇ બેંક, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર સહિતની બેંકોએ રીકવરી શરૂ કરી હતી.
 
એક સમય હતો જ્યારે સંઘવી એક્ષ્પોર્ટ ઇન્ટરનેશન પ્રા.લિ.નો સિતારો બુલંદી પર હતો. ઉત્તર ગુજરાતના જૈન આગેવાન તરીકે ચંદ્રકાંત સંઘવી જેમ એન્ડ જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રીજયનના ચાર થી પાંચ ટર્મ ચેરમેન રહ્યા હતા. એટલુ જ નહિં તેઓ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટના પણ ચેરમેન રહ્યા હતા. ત્યારબાદ તેમનો પુત્ર આગમ પણ આઇડીઆઇનો ચેરમેન બન્યો હતો.નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચીન ગયા ત્યારે પાંચ હીરા ઉદ્યોગકારોમાં સુરતથી એકમાત્ર ચંદ્રકાંત સંઘવી હતા.
 
કલ્પેશ વી. સંઘવી, જયેશ વી. સંઘવી, ચંદ્રકાંત સંઘવી, કલ્પના સંઘવી, ભારતી વી. સંઘવી, પ્રમિલા કે. સંઘવી, દેવીકાસિંહ સી. સંઘવી, કિર્તીલાલ આર. સંઘવી, કેતન કે. સંઘવી, નિતિકા વી. સંઘવી, રમેશભાઇ આર. સંઘવી, વસંતલાલ સંઘવી, અગમ સી. સંઘવી.સંઘવી એક્સપર્ટ ઇન્ટરનેશનલ, રોયલ એસ્ટેટ હોલ્ડિંગ, સંઘવી સ્ટાર રિટેલ, સંઘવી જવેલરી મેન્યુ., સંઘવી ડાયમંડ મેન્યુ. સહિતની કંપનીઓને 467.85 કરોડ 6૦ દિવસમાં ભરવા માટે આદેશ અપાયો હતો.
સુરતમાં વેડરોડ પર ચંદ્રકાંત સંઘવીની ફેકટરી છે, ઓફિસ છે. આ ઉપરાંત મહિધરપુરામાં પણ એક ઓફિસ છે. જ્યારે ઘોડદોડ રોડ પર ઇન્ડોર સ્ટેડિયમની સામે ભાઇઓ સાથેના ત્રણ બંગલા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.