જામનગર કોંગ્રેસ આક્રમક મૂડમાં, કોનું રાખ્યું ઉઠમણું?જાણો

વધતી જતી મોંઘવારી અને ખેડૂતોને થતા અન્યાયને લઈને જામનગર કોંગ્રેસ દ્વારા આક્રમક મૂડ અપનાવવામાં આવ્યો છે. આજે જીલ્લા-શહેર સંગઠન દ્વારા મોંઘી બનેલી ચીજ વસ્તુઓનું ઉઠમણું રાખી અનોખો કાર્યક્રમ કર્યો હતો. બીજી તરફ સરકારને ભીડવવા કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર કરી દેખાવો પણ કરવામાં આવ્યા હતા. ભાવ ઘટાડો નહીં થાય અને ખેડૂતોને અન્યાય બંધ નહીં કરાય તો આગામી સમયમાં કોંગ્રેસ ઉગ્ર કાર્યક્રમો આપી પ્રજાનો આવાજ બનશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે.
 
દેશભરમાં પેટ્રોલ-ડિઝલના વધી રહેલા બેફામ ભાવ, ડોલર સામે રૂપિયાનું સતત અવમુલ્યન અને ખેડૂતોને થતા અન્યાયને લઈને કોંગ્રેસ દ્વારા આજે જામનગર ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શહેર-જીલ્લા સંગઠન ઉપરાંત જામજોધપુર ધારાસભ્ય ચિરાગ કાલરીયા સહિતના અગ્રણીય અને સંગઠનની ટીમે લાલબંગલા સર્કલ ખાતે ધરણા યોજી સુત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો અનોખો વિરોધ કરવાના હેતુથી પેટ્રોલ-ડિઝલ અને ખેડૂતોના ખાતરને આગળ રાખી , પેકિંગ કરાયેલ આ ચીજ વસ્તુઓને હાર પહેરાવી, આ વસ્તુઓના ઉઠમણાનો કાર્યક્રમ પણ રાખ્યો હતો.
 
જેમાં રૂપિયાના પ્રતિકને પણ હારતોરા કરી કોંગ્રેસે રૂપિયાના અવમુલ્યનને રોકવા આગળ આવવાની માંગણી કરી હતી. આ ઉપરાંત તમામ કોંગ્રેસના કાર્યકરો દ્વારા સરકાર વિરોધ સુત્રોચચાર કરી યુપીએના સમયમાં મળતી ચીજ વસ્તુઓ આજે ડબલ ભાવમાં મળી રહી હોવાનું જણાવી વિરોધ કર્યો હતો. એનડીએ ભાવ ઘટાડવા આગળ નહીં આવે તો કોંગ્રેસ વધુ ઉગ્ર વિરોધ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.