02744-220264, 222764       rakhewal@gmail.com
Home / સાબરકાંઠા / હિંમતનગરમાં બોરવેલમાં ફસાયેલા દોઢ વર્ષના બાળકનું રેસ્કયૂ ઓપરેશન દરમ્યાન મોત

હિંમતનગરમાં બોરવેલમાં ફસાયેલા દોઢ વર્ષના બાળકનું રેસ્કયૂ ઓપરેશન દરમ્યાન મોત   02/10/2018

હિંમતનગર: ઇલોલ ગામે ગઇકાલે 200 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા દોઢ વર્ષના બાળકનું મોત નીપજતા હાહાકાર મચી ગયો છે. બાળકનું રેસ્કયૂ ઓપરેશન હાથ ધરાયું તે દરમ્યાન જ મોત નીપજ્યું છે. બાળકને બચાવવા માટે તંત્ર છેલ્લાં 12 કલાકથી સતત રેસ્કયૂ ઓપરેશનમાં લાગેલું હતું. તેમની સાથે એનડીઆરએફની ટીમ પણ જોડાઇ હતી.
 
ગઇકાલે બાળક રમતા-રમતા અચાનક જ બોરવેલમાં ઉતરી ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ આજુ બાજુના લોકો એકઠા થઈ ગયા હતા તેમજ હિંમતનગર નગરપાલિકાની ફાયરની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ અને ઈમરજન્સી 108ની ટીમ ઘટના સ્થળે પહોંચીને પાઇપલાઇનની મદદથી બાળકને ઓક્સિજન આપી બચાવાનો પૂરતો પ્રયત્ન કરાયો. પરંતુ બાળક મોત સામે જીંદગીની જંગ હારી ગયું. આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર ઇલોલ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
 
ઇલોલમાં એક જ પરિવારના ત્રણ બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન દોઢ વર્ષનો બાળક અચાનક બોરવેલમાં પડી ગયો હતો. બાળક પડી જતા તેના માતા-પિતા ચિંતિત બની ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી હતી. બોરવેલમાં કેમરા દ્વારા બાળકની સ્થિતિ પર નજર કરવામાં આવી રહી હતી. કેમેરામાં બાળકની હલનચલન પણ જોતા હતા. પરંતુ 12 કલાક બાદ ફસાયેલ બાળક જિંદગીની જંગ હારી ગયો. અગાઉ પણ આવી અનેક જગ્યાએ બાળકો બોરવેલમાં પડ્યા હોવાના અહેવાલો સામે આવી ચૂક્યા છે.

Tags :