02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / પાલનપુરમાં પોલીસનું ફુટ પેટ્રોલિંગ અને ડોર ટુ ડોર સમજાવટ

પાલનપુરમાં પોલીસનું ફુટ પેટ્રોલિંગ અને ડોર ટુ ડોર સમજાવટ   11/10/2018

 
 
પાલનપુર
હિંમતનગર ના ઢુંઢર દુષ્કર્મના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્‌યા હતા તેમાં બનાસકાંઠા પણ પ્રભાવિત થયો હતો. કેટલાય પર પ્રાંતિય પાલનપુર છોડીને વતન ભણી વાટ પકડી હતી. ત્યારે પોલીસે આ મુદ્દાને સેન્સીટીવ લઈને ફૂટ પેટ્રોલિંગ સહિત ડાર ટુ ડાર સમજાવટ શરૂ કરી હતી.
બનાસકાંઠા પોલીસે પરપ્રાંતિ પર હુમલાના મુદ્દાને ખૂબ જ સેન્સેટિવ લીધો હતો રેન્જ આઇજીની વિઝિટ બાદ બનાસકાંઠા પોલીસે પાલનપુરમાં ફુટ પેટ્રોલિંગ કર્યું હતું જોકે જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી અને એસઆર પીની કંપની એ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ સહિત પરપ્રાંતિયને સમજાવટની પણ કામગીરી હાથ થઈ હતી. દરમિયાન, મંગળવારે રાત્રે રેલવે સ્ટેશન કોઝી વિસ્તાર ગુરુનાનક ચોક સહિત પરપ્રાંતિય જ્યાં રહેતા હોય ત્યાં પાલનપુર એસ.ડી.એમ. એ.ડી.જોશી, ડીવાયએસપી એ.આર.જનકાત અને રેલવેના ડિવિઝનલ કમિટી મેમ્બર અંબાલાલ રંગવાણી સહિતના અધિકારીએ પરપ્રાંતિયોને ડોર ટુ ડોર સમજાવી અને ધંધા રોજગાર શરૂ કરી અને જે પરપ્રાંતિય વતન જતા રહ્યા હોઈ તેમને પરત બોલાવવાની  સમજાવટ આદરી હતી.

Tags :