02744-220264, 222764       rakhewal@gmail.com
Home / અરવલ્લી / મોડાસામાં પોલીસ સ્ટેશનની છત ધરાશાઈ

મોડાસામાં પોલીસ સ્ટેશનની છત ધરાશાઈ   18/09/2018

 મોડાસામાં પોલીસ સ્ટેશનની છત ધરાશાઈ
 
મોડાસા
અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના મહિલા પોલીસ સ્ટેશનની આજે વહેલી સવારે છત તૂટી પડી હતી.જેમાં વાહનો દબાયા હતા જયારે જાનહાની ટળી હતી.મોડાસાના મધ્યમાં આવેલ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની આગળ આવેલ મકાન ૧૮૬૭માં બનેલ છે જેમાં મોડાસા મહિલા પોલીસ મથક અને આઈબીની કચેરી આવેલી છે જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે.ત્યારે આજે વહેલી સવારે જર્જિરત મકાનની છત ધરાશાઈ થતા અફરાતફરી ફેલાઈ હતી. જેમાં નીચે પડેલ ટુવ્હીલર દબાઈ ગયા હતા.
હજુ પણ મકાનને જોખમ છે ત્યારે હવે વહેલી તકે પોલીસ કર્મચારીઓને નવું મકાન ફાળવવામાં આવે તેવી માંગ રહેલી છે.

Tags :