ઉપવાસમાં ભાગ લેવા જઈ રહેલા પાસના ૧પ કાર્યકરોની બહુચરાજી પોલીસે ધરપકડ કરી

ઉપવાસમાં ભાગ લેવા  જઈ રહેલા પાસના ૧પ કાર્યકરોની બહુચરાજી પોલીસે  ધરપકડ કરી 
 
 
 
ચાણસ્મા 
અમદાવાદ ખાતે હાર્દિક પટેલના  ઉપવાસમાં ભાગ લેવા જઈ  રહેલા  બહુચરાજીના પાસ  કન્વીનર હર્ષદ પટેલ સહિત ૧પ કાર્યકરોની સ્થાનિક પોલીસે બહુચરાજીથી  જ અટકાયત કરી લીધી હતી. જ્યારે પાસની બીજી ટીમ પોલીસને ચકમો આપી અમદાવાદ પહોંચી ગઈ હતી. 
રપ મી ઓગસ્ટથી નિકોલ ખાતે આમરણાંત ઉપવાસની  મંજૂરી નહીં અપાતાં પાસના નેતા હાર્દિક પટેલ દ્વારા ગતરોજ રવિવારે નિકોલમાં કાર ઉપર  બેસી એક  દિવસના પ્રતીક ઉપવાસની જાહેરાત કરાઈ હતી. જેમાં  ભાગ લેવા જાય તે પહેલાં જ વહેલી સવારે બહુચરાજી પોલીસ દ્વારા પાસ કન્વીનર હર્ષદભાઈ પટેલ, લક્ષ્મણભાઈ, ભાઈલાલભાઈ (સોનલ), જીતુભાઈ વીમા વાળા સહિત ૧પ સક્રિય કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયા હતા.  જ્યાં કાયદેસર કાર્યવાહી  બાદ બપોર  પછી  મુક્ત કરાયા હતા. 
જ્યારે પાસની  બીજી ટીમ જીમિત પટેલ, જશુભાઈ કાપડિયાની  આગેવાનીમાં સ્થાનિક પોલીસને ચકમો આપી અમદાવાદ પહોંચી ગઈ હતી. રાજ્ય પોલીસ તરફથી પાસના કન્વીનરો અને કાર્યકરોને તેમના ઘરેથી, ધંધાના સ્થળેથી કે તેમના નીકળવાના  સ્થળેથી ડિટેઈન કરી લેવા સુચના અપાઈ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.