02744-220264, 222764       rakhewal@gmail.com
Home / પાટણ / પાટણ જિલ્લામાં નવરાત્રી ઉત્સવ માટે ટ્રેનિશનલ ડ્રેસથી બજારો ઉભરાયા

પાટણ જિલ્લામાં નવરાત્રી ઉત્સવ માટે ટ્રેનિશનલ ડ્રેસથી બજારો ઉભરાયા   11/10/2018

 
પાટણ
નવરાત્રીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાટણ શહેર સહિત જિલ્લામાં ખેલૈયાઓ નવારાત્રી ઉત્સવને મનાવવા થનગની રહ્યા છે. પાટણના બજારમાં વિવિધ ટ્રેનિશનલ ડ્રેસવાળા ચણીયાચોળી, ઓનોમેન્ટસ, ધોતી, કુર્તા તથા અન્ય વિવિધ ટ્રેડીશનલ ડ્રેસોથી શહેરના બજારો ઉભરાઈ રહ્યા છે.
 જા કે આ વખતે ચણીયા ચોળીના ભાવમાં વધારો જાવા મળ્યો નથી, ખાસ કરીને બોર્ડ પટ્ટીવાળી ચણીચોળી, બનારસી પ્રીન્ટો, જયપુરી બાંધણીની ચણીયાચોળીની માંગ ઉભી થવા પામી છે. 
નાની બાળાઓની ચણીયાચોળી રૂ.૩૦૦ થી ૧પ૦૦ સુધી મળે છે. જ્યારે મોટી ઉંમરની યુવતીઓ માટે ચણીયાચોળી રૂ.૧૦૦૦ થી લઈને રપ૦૦ સુધીની ચણીયાચોળી બજારમાં જાવા મળે છે.
નવરાત્રીમાં નવ દિવસ દરમ્યાન યુવાન   હૈયાઓ રાત્રી દરમ્યાન વિવિધ પોષાકમા ગરબે ઘુમે છે. શહેરના પાર્ટી પ્લોટ સોસાયટીઓ મહોલ્લા-પોળોમાં યુવક મંડળો દ્વારા નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
પાટણમાં  હિંગળાચાચર ચોક, સોનીવાડા, સાલવીવાડા, ભાટીયાવાડ તથા ૩૦ થી વધુ મહોલ્લાઓમાં નવરાત્રી ઉજવવામાં આવે છે, જુના અંબાજી મંદિરમાં ગરબા થાય છે.

Tags :