વડોદરા માં પ્રોફેસરએ વિદ્યાર્થિની સાથે કર્યું ગેરવર્તનીય કામ

એમ.એસ. યુનિર્વિસટીની આટ્ર્સ ફેકલ્ટીમાં ગઈ કાલે વિઝિટિંગ પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કરતાં ખળભળાટ મચ્યો છે. આ ઘટનમાં કમિટી અગેન્સ્ટ સેક્સ્યૂઅલ હેરેસમેન્ટના રિપોર્ટને આધારે યુનિ.ના સત્તાધીશોએ જવાબદાર પ્રોફેસરની હકાલપટ્ટી કરી છે.
 
એમ.એસ.યુનિ.માં શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના ગઈ કાલે બપોરે આટ્ર્સ ફેકલ્ટી સ્થિત ભાષા ભવન ખાતે બની હતી. ગઈ કાલે ઇન્ટરનલ પરીક્ષાના બીજા પેપરમાં એક વિદ્યાર્થિની અને ત્રણ વિદ્યાર્થી બેઠાં હતાં. વિઝિટિંગ પ્રોફેસર અને ડો.મહંમદ ઝુબેર સુપરવિઝન કરતા હતા. ત્રણ વિદ્યાર્થીઓ પેપર આપી વર્ગખંડમાંથી રવાના થયા હતા.
 
પરીક્ષાનો સમય પૂરો થવાની પાંચેક મિનિટ અગાઉ ડો.મહંમદ ઝુબેરે વિદ્યાર્થિનીને આન્સરશીટ કેબીનમાં આપી જવા કહ્યું હતું. વિદ્યાર્થિની કેબીનમાં ગયા બાદ પ્રોફેસરે વિદ્યાર્થિનીને આપ ખુબસૂરત દીખતે હૌ, હાથ લગાવું તો કોઈ પરેશાની નહીં હૈ, તેવું કહી ગાલ પર હાથ ફેરવી શારીરિક અડપલાં કર્યાં હતાં.
 
પ્રોફેસરની કરતૂતથી વિદ્યાર્થિની ડઘાયેલી વિદ્યાથિર્ની રડતી-રડતી ફરિયાદ કરવા ડીન ઓફિસમાં દોડી ગઈ હતી. ફેકલ્ટી ડીને છેડતીની તાત્કાલિક તપાસ કમિટી અગેન્સ્ટ સેક્સ્યૂઅલ હેરેસમેન્ટને સોંપી હતી. કમિટીના રિપોર્ટ બાદ ડીને પ્રોફેસર ડો.મહમંદ ઝુબેરની હકાલપટ્ટી કરી, કેમ્પસમાં આવવા મનાઈ ફરમાવી હતી. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થિની દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ નથી.
 
ઉર્દુ વિભાગમાં ગત તા.૧૦મીએ ઇન્ટરનલ પરીક્ષા શરૃ થઈ હતી. પ્રોફેસરની પાપલીલા બાદ ઉર્દુ વિભાગને તાળાબંધી કરી દેવાઈ છે. આ ઉપરાંત આટ્ર્સ ફેકલ્ટીના ડીને આગામી તા.૧૯ સુધી ચાલનાર ઉર્દુની પરીક્ષાને સ્થગિત કરવાનો નિર્ણ લીધો છે.
 
કમિટી અગેન્સ્ટ સેક્સ્યૂઅલ હેરેસમેન્ટમાં કન્વીનર સહિત સાત સભ્યો હતા. કમિટીએ વિદ્યાર્થિનીની હાજરીમાં પ્રોફેસરની પૂછપરછ કરી હતી. આપ ખુબસૂરત દિખતે હો કહી પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. ડો.મહંમદ ઝુબેરે વિદ્યાર્થિનીને રૃમમાં બોલાવી હોવાની વાત સ્વીકારી હતી. પ્રોફેસરનો તેને રૃમમાં બોલાવવા પાછળ ઈરાદો કંઇ બીજો હતો.
 
ડો.મહંમદ ઝુબેરે મુંબઈથી ઉર્દુ ભાષામાં ડોક્ટરેટ કર્યું છે. છેલ્લા એક વર્ષથી યુનિ.માં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ઉર્દુ વિષય ભણાવતા હતા. વિદ્યાર્થિનીની છેડતીમાં દોષી પુરવાર થતાં ગઈ કાલે જ તેમને બરતરફ કરાયા છે. હવે નવા પ્રોફેસર આવ્યા બાદ ઉર્દુની પરીક્ષા પુનઃ લેવાશે. પ્રો.કે.ક્રિષ્નન, આટ્ર્સ ફેકલ્ટી ૩૫ વર્ષના પ્રોફેસર અપરિણીત હોવાની ચર્ચા..
ડો.મહમંદ ઝુબેરની ઉંમર અંદાજે ૩૫ વર્ષની છે. ડો.મહંમદ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને અપરિણીત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડો.મહંમદ ઝુબેર પર્શિયન, અરેબિક અને ઉર્દુ વિભાગમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ફરજ બજાવતા હતા. જોકે, ઘટના બાદ પ્રોફેસરે વડોદરા છોડી દીધું હોવાનું પણ મનાય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.