02744-220264, 222764       rakhewal@gmail.com
Home / સાબરકાંઠા / ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ : ભિલોડામાં ૭ ઈંચ

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ : ભિલોડામાં ૭ ઈંચ   24/09/2018

 
 
                          ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો દોર આજે જારી રહ્યો હતો. અરવલ્લીના ભિલોડામાં સાત ઈંચથી પણ વધુ વરસાદ ખાબકી જતા ચારે બાજુ જળબંબાકરની Âસ્થતિ જાવા મળી હતી. ચારેબાજુ પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. મોડાસા-શામળાજી હાઈવે ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. ભિલોડામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ભારે વરસાદના પરિણામ સ્વરૂપે મોટી સંખ્યામાં લોકો શામળાજી હાઈવે ઉપર પણ ફસાયા હતા. અરવલ્લી જિલ્લામાં સાર્વિત્રક વરસાદ નોંધાયો છે. હજુ ભારે વરસાદ ગુજરાતમાં જારી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. સાબરકાંઠા, હિંમતનગર, ઈડર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. હિંમતનગરમાં કલાકોના ગાળામાં જ પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે ઈડરમાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો હતો. મહેસાણામાં પણ ટુંકા ગાળામાં જ બે ઈંચથી વધુ વરસાદ તૂટી પડ્યો હતો. ઉત્તર ગુજરાત ઉપરાંત કચ્છ-માંડવીના આસપાસના વિસ્તારોમાં પણ હળવો વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. હાલમાં જ્યાં ભાદરવી પુનમ મેળો ચાલી રહ્યો છે તે ધાર્મિક સ્થળ અંબાજીમાં પણ ઉલ્લેખનિય વરસાદ થયો છે. જાકે આના લીધે શ્રદ્ધાળુઓ ઉપર કોઈ અસર થઈ નથી. શ્રદ્ધાળુઓનો ધસારો અકબંધ રીતે જારી રહ્યો છે. હિંમતનગર-ઈડર હાઈવે ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. બે કલાકના ગાળામાં જ ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાઈ જતા રસ્તા ઉપર વાહનો અટવાઈ પડ્યા હતા. સરખેજ હાઈવે ઉપર પણ ભારે વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે અને અહીં પણ પાણી ફરી વળ્યા હતા. મેશ્વો નદી બે કાંઠે થઈ ગઈ છે. શામળાજી નજીક મેશ્વો નદી પર મેશ્વો ડેમ પણ ઓવરફ્લો થવાની નજીક પહોંચી ગયો છે. આજે સતત બીજા દિવસે ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો        અનુસંધાન પાના નં.૬
આભાર - નિહારીકા રવિયા 
આભાર - નિહારીકા રવિયા 

Tags :