હું ભાષણ કરીશ તો કોંગ્રેસને નહીં મળે : દિગ્વિજયસિંહ

કોંગ્રેસના એક સમયના ચાણકય ગણાતા દિગ્વિજયસિંહનું કહેવું છે કે હવે તેમના ભાષણ આપવાથી પાર્ટીને મત મળતા નથી. ખરેખર આ દિવસોમાં એક વીડિયો વાયર થઇ રહ્યો છે, જેમાં કોંગ્રેસના પીઢ દિગ્વિજયસિંહ કહેતા દેખાય છે કે તેમના ભાષણથી કોંગ્રેસને નુકસાન થાય છે અને આ જ કારણોસર હવે તેઓ કોઇ રેલી કે જનસભાને સંબોધન કરશે નહીં. એક મળતી જાણકારી  મુજબ દિગ્વિજયિસંહ બે દિવસ પહેલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીતુ પટવારીના ઘરે પહોંચ્યાં હતા અને જયારે તેઓ બહાર આવ્યા ત્યારે કોંગ્રેસ કાર્યકરો તેમની પાસે આવ્યા હતા. ત્યારે દિગ્વિજયસિંહે કહ્યું કે કામ નહી કરીએ તો સપના જોતા રહી જઇશું. જો આ રીતે કામ કરશો તો સરકાર નહીં બને. તમને ન ગમતા પોતાના પક્ષના ઉમેદવારને પણ જીતાડો. ત્યારબાદ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે જે નિવેદન આપ્યું તે સતત તેમની ઉપેક્ષા જોવા મળી હતી. દિગ્વિજયસિંહે કહ્યું કે મારું માત્રને માત્ર એક કામ છે, કોઇ પ્રચાર નહીં, કોઇ ભાષણ નહીં. મારા ભાષણ  દેવાથી કોંગ્રેસના મત તુટી જાય છે એટલા માટે હું કોઇ જગ્યાએ રેલીને સંબોધન કરતો નથી. જો કે ખરેખર દિગ્વિજયસિંહના દર્દ પાછળ અનેક કારણો જવાબદાર છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ભોપાલના રોડ શોમાં તેમજ ભેલ દશેરા મેદાનમાં રેલી સ્થળે લગાવામાં આવેલા બેનરમાં દિગ્વિજયસિંહનો ફોટો ગાયબ થઇ ગયો હતો. શહેરના તમામ કોંગ્રેસી નેતાઓનો ફોટો અને હોર્ડિંગ લગાવામાં આવ્યાં હતા. જો કે ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે તેમની માફી પણ માગી લીધી હતી. જો કે તેમ છતાં કોંગ્રેસના અન્ય નેતાઓનું માનવું છે કે કોંગ્રેસમાં જ દિગ્વિજયસિંહ વિરૂધ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.