02744-220264, 222764       rakhewal@gmail.com
Home / સાબરકાંઠા / હિંમતનગર પાસેથી એલસીબીએ વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી

હિંમતનગર પાસેથી એલસીબીએ વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી   28/09/2018

 હિંમતનગર પાસેથી એલસીબીએ વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી
 
 
 
હિંમતનગર
સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીકે સાબરકાંઠા જીલ્લામાં પ્રોહિબીશનની પ્રવૃત્તી અટકાવવા તથા જીલ્લામાંથી થતી હરેફેરી અટકાવવા સુચના કરતાં  વી.આર.ચાવડા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.એ એલ.સી.બી.સ્ટાફને પ્રોહી. વોચમાં રહી બાતમી મેળવી પ્રોહીબીશનના કેસ કરવા જણાવતા એલ.સી.બી.ના પો.સ.ઇ જે.એમ. પરમાર તથા હે.કો. હરપાલ સિંહ હરીચન્દ્રસિંહ તથા લોકરક્ષક પ્રહર્ષકુમાર કનુભાઇ તથા પો.કો. ભાવેશભાઇ પશાભાઇ તથા પો.કો. નિરીલકુમાર મોજીસભાઇ વિગેરે એલ.સી. બી. સ્ટાફના માણસો મોતીપુરા ખાતે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમીરાહે ખાનગી હકીકત મળેલ કે, ગોલ્ડન કલરની ટવેરા ગાડી નં. ય્ત્ન ૦૧ ૐજી ૧૮૦૮ માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી ભીલોડાથી અમદાવાદ તરફ જનાર છે જે બાતમી આધારે હિંમતનગર પોલીટેકનીક ચાર રસ્તા ઉપર રસ્તો બ્લોક વાહન ચેકીંગ કરતા બાતમી વાળી ગાડી આવતા રસ્તો બ્લોક કરી કોર્ડન કરી પકડી પાડતા ગાડીમાં વિદેશી દારૂની બોટલ નંગ-૩૭૨ જેની  કિ.રૂ.૧,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ તથા ટવેરા ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ રૂ.૪,૮૦, ૦૦૦/ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી (૧) વિનોદભાઇ ભોગીલાલ વ્યાસ મુળ રહે- વ્યાસ ફળીયુ, વલાદ,તા-જી-ગાંધીનગર  અમદાવાદ વાળાને પકડી લઇ તેમના વિરૂધ્ધ હિંમતનગર એ.ડિવી. પો.સ્ટે. ૨૩૧/૧૮ ધી ગુજરાત પ્રોહિ એકટ મુજબ ગુન્હો દાખલ કરાવી બીજા સહ આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરેલ છે. વધુ તપાસ એલ.સી.બી. હિંમતનગર નાઓ કરી રહેલ છે. 

Tags :