પાટણ- મહેસાણા- ચાણસ્મા અને બહુચરાજીના મધ્યાહન ભોજનના કર્મચારીઓ હડતાળ પર

 
 
ચાણસ્મા  
ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓ ઘણા લાંબા સમયથી તેમની વિવિધ ચાર  માગણીઓ નહીં સંતોષાતાં તા. ર૧/૯/ર૦૧૮ થી અચોક્કસ મુદ્દત માટે હડતાળ ઉપર ઉતરી જતાં શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ભોજનથી વંચિત રહેવાની નોબત  આવી છે. આ હડતાળ અંતર્ગત પાટણ અને મહેસાણા જિલ્લાના ચાણસ્મા અને બહુચરાજી  તાલુકાના તમામ  કર્મચારીઓએ પણ હડતાળને સમર્થન જાહેર કર્યું છે. જેની સામે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા સંબંધિત મામલતદારને વૈકÂલ્પક  વ્યવસ્થા પૂરી પાડવા આદેશ  ફરમાવવામાં  આવ્યો છે.  ચાણસ્મા અને બહુચરાજી તાલુકાની પ્રા.શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં આશરે પ૦૦ જેટલા કર્મચારીઓ હંગામી ધોરણે ફરજ બજાવે  છે. જેમાં સંચાલકને માસિક રૂ. ૧૬૦૦ તેમજ રસોઈયા અને મદદનીશ રસોઈયાને રૂ. ૧૪૦૦ માનદ્‌ વેતન ચૂકવવામાં  આવે  છે. તેમજ  છેલ્લા કેટલાક સમયથી બાળકોને અપાતા મધ્યાહન  ભોજન સહિત  નાસ્તા માટે અલગ જથ્થો અને પેશગીની રકમ ફાળવી અપાઈ નથી. જેને કારણે મધ્યાહન  ભોજન કર્મચારીઓમાં રોષની લાગણી  ફેલાઈ છે. અને તે  સિવાય તેમની અનેક પડતર માગણીઓ આ કારમી મોંઘવારીમાં  ધ્યાને નહી લેવાતાં ગુજરાત મધ્યાહન  ભોજન મંડળના આદેશ  અનુસાર  તમામ  તાલુકા  મથકે  તા. ર૦/૯/૧૮  ના  રોજ આવેદનપત્ર આપી તેનો ઉકેલ ન આવતાં તા. ર૧/૯/૧૮ થી હડતાળનું શ† ઉગામતાં મોટાભાગની શાળાઓમાં હડતાળના કારણે બાળકોને ભોજનથી વંચિત  રહેવું પડ્યું  હતું. 
જા કે, મામલતદાર કચેરી દ્વારા પ્રાથમિક શાળાઓના તમામ  આચાર્યોને પરિપત્ર પાઠવી વૈકÂલ્પક વ્યવસ્થા કરવા આદેશ  કરાયો છે. જા કે, મોટાભાગની શાળાઓમાં વૈકÂલ્પક વ્યવસ્થા  ઉભી કરવામાં સફળતા મળી નથી. કર્મચારીઓની માંગણીઓ સામે  સરકાર નમતું  જાખવા  તૈયાર નથી. બીજી બાજુ કર્મચારીઓ પોતાની માંગણી ન સંતોષાય ત્યાં  સુધી  લડી લેવા મક્કમ  હોઈ નજીકના દિવસોમાં હડતાળનો ઉકેલ શક્ય જણાતો નથી. 
આ ચાર  માગણીઓ છે  મ.ભો.યો. કર્મચારીઓની 
(૧) મધ્યાહન ભોજન યોજનાનું ખાનગીકરણ નહીં કરવું.
(ર) સરકારી ધારાધોરણ મુજબ લાભ આપવા 
(૩)લઘુત્તમ વેતન સરકારના નિયમોનુસાર ચુકવવું. 
(૪) નાસ્તા માટે અનાજનો જથ્થો અને પેશગીની રકમ  અલગથી ચુકવવી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.