શામળાજીમાં રૂ.૭.૮૦ કરોડના દારૂ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરાયો

 શામળાજીમાં રૂ.૭.૮૦ કરોડના દારૂ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરાયો
 
 
 
 
શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શામળાજી પોલીસ દ્વારા વર્ષ ૨૦૧૭ - ૧૮ ના વર્ષ દરમિયાન ૧૭૯ ગુનાઓ હેઠળ કુલ ૩૦૧૦૮૫ બોટલ વિદેશી દારૂ કિંમત ૭,૮૦,૬૭,૮૦૩ કરોડ રૂપિયાનો દારૂ રાજસ્થાન તેમજ હરિયાણા અને પંજાબથી ગુજરાતમાં ગુસાડવામાં આવતો ઝડપી પડાયો હતો. ત્યારે આ જડપાયેલા દારૂનો નામદાર કોર્ટની મંજૂરી બાદ નાશ કરવાની કાર્યવાહી આજે મોડાસા એસડીએમ અને ડીવાયએસપીની ઉપસ્થિતિમાં શામળાજી પાસેના રંગપુર ગામે આવેલા હેલિપેડ ગ્રાઉન્ડમાં      હાથ ધરવામાં આવી હતી.આ કામગીરીમાં જિલ્લા માંથી ૧ ડીવાયએસપી, ૧ પીએસઆઇ, ૪ પીએસઆઇ તેમજ ૫૦ પોલીસનો કાફલો કામે લગાડાયો હતો. જ્યારે આ દારૂ ગાડીઓમાં ભરવા માટે ૧૦૦ જેટલા મજૂરને બે દિવસથી કામે લગાડાયા હતા. ત્યારે છેલ્લા કેટલાય સમય થી શામળાજી પોલીસ માટે જોખમી બનેલા આ દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવવામાં આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.