ચારણકા સોલારપાર્કમાં જી.પી.સી.એલ.ના કેન્ટીનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

 રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ગુરુવારે સાંજે સાડા છ વાગે બાતમી મળી હતી કે સાંતલપુર તાલુકાના ચારણકા સોલારપાર્કમાં જી.પી.સી.એલ.કચેરીના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂનું વેચાણ થાય છે,ત્યારે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તુરંત જ હરકતમાં આવી ગયા હતા અને તેમના પી.એ.હાર્દિક ત્રિવેદીને ચારણકા સોલાર પાર્કમાં રવાના કર્યા હતા.જ્યાં જનતા રેડ કરતા જી.પી.સી.એલ.ની કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી કેન્ટીનમાં તપાસ કરતા સાત બોટલો વિદેશી દારૂની મળી આવી હતી,જેથી સાંતલપુર પી.એસ.આઈ.ને જાણ કરતા તેઓ રાત્રે દોડી આવ્યા હતા અને કેન્ટીન ચલાવતા રાજસ્થાની યુવકની ધરપકડ કરી હતી.
 ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને મળેલી બાતમીના આધારે તેમણે પી.એ.હાર્દિક ત્રિવેદીને ચારણકા સોલારપાર્કમાં મોકલ્યા હતા,જેથી હાર્દિકભાઈ ત્રિવેદીએ સાંતલપુર તાલુકાના અગ્રણી ભચાભાઈ આહીર,રમેશભાઈ રબારી તેમજ ચારણકા ગામના કેટલાક અગ્રણીઓને લઈને રાત્રે સાડા બાર વાગે સોલારપાર્કમાં જનતારેડ કરી હતી.જ્યાં જી.પી.સી.એલ.ની કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી કેન્ટીનમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.