બે ગનમેન વચ્ચેના ઝઘડામાં બે રાઉન્ડ ફાયરિંગ, ગોળી ગનમેનના પેટની આરપાર નીકળી ગઈ

રતમા હજીરાના મોરાગામ ખાતે સાંઇ સુરક્ષા ભવનમાં જીઆઇડીએસ ‌સિક્યુરિટી કંપનીના બે ગનમેન વચ્ચે રવિવારે રાત્રે નવ વાગ્યે થયેલો ઝઘડો ઉગ્ર બન્યો હતો અને એક ગનમેને પોતાની પાસેની રાઇફલમાંથી બીજા ગનમેન પર બે રાઉન્ડ ફાય‌રિંગ કરી દીધું હતું. ગોળી પેટનો ભાગ ચીરીને ‌નીકળી ગઇ હતી. ઇજાગ્રસ્ત ગનમેનને સારવાર માટે નવી ‌સિ‌વિલ હો‌સ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથ‌મિક તબક્કે ચેકની લેવડ-દેવડ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું પોલીસ જણાવી રહી છે.
 
આ અંગે જાણવા મળતી ‌વિગત અનુસાર હજીરાના મોરાગામ ખાતે આવેલી જીઆઇડીએસ ‌સિક્યુરિટી કંપનીના ગનમેનો મોરા ગામના સાંઇ સુરક્ષા ભવનમાં રહે છે. રવિવારે રા‌ત્રિના ૯ વાગ્યે ગનમેન નરેન્દ્ર‌સિંગ તોમર અને રામપ્રસાદ કેશવ પ્રસાદ ‌સિંગ વચ્ચે ચેકની લેવડ-દેવડ બાબતે ઝઘડો થયો હતો. જેમાં નરેન્દ્ર‌સિંગ તોમરે ઉશ્કેરાઇને સાથી કર્મચારી રામપ્રસાદ ‌સિંગ પર પોતાની રાઇફલમાંથી પેટના ભાગે બે રાઉન્ડ ફાય‌રિંગ કરી દીધું હતું. બંને ગોળીઓ રામપ્રસાદ ‌સિંગના પેટમાંથી આર-પાર ‌નિકળી ગઇ હતી. ઇજાગ્રસ્ત રામપ્રસાદને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી ‌સિ‌વિલ હો‌સ્પિટલમાં લઇ જવાયો હતો.
 
બનાવની જાણ થતા ઇચ્છાપોર પી.આઇ. ‌ફિરોઝખાન પઠાણ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ફાય‌રિંગ કરનાર ગનમેન નરેન્દ્ર‌સિંગ તોમરને પણ અટકમાં લઇ લીધો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.