02744-220264, 222764       rakhewal@gmail.com
Home / પાટણ / હાર્દિક પટેલના અનશનના સમર્થનમાં પાટણથી ઉંઝા ઉમિયા ધામ સુધી નિકળી પદયાત્રા

હાર્દિક પટેલના અનશનના સમર્થનમાં પાટણથી ઉંઝા ઉમિયા ધામ સુધી નિકળી પદયાત્રા   09/09/2018

પાટણ: પાટીદારોને અનામત, ખેડૂતોના દેવા માફી અને અલ્પેશ કથિરીયાને મુક્ત કરવાની માગણીઓ સાથે આમરણ અનશન કરી રહેલા હાર્દિક પટેલના સમર્થનમાં આજે પાટણના ખોડિયાર મંદિરથી ઉંઝા ઉમિયાધામ સુધી પાટીદારો દ્વારા પદયાત્રા રેલી આયોજીત કરવામાં આવી છે. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ સામેલ થયા છે. પાટણથી નિકળેલી આ યાત્રા બાલીસણા ગામે બપોરના સમયે વિરામ લીધા બાદ આગળ વધશે અને સાંજે ઉંઝા ઉમિયા ધામ ખાતે પહોંચશે. પાટણથી ઉંઝાનું અંતર 28 કિલોમીટર છે.

પાટીદાર સમાજ દ્વારા યોજવામાં આવેલી આ રેલીનો હેતુ અનશન પર બેઠેલા હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય સારુ રહે અને તેની ત્રણેય માગણીઓ સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવે તેવો છે. આ પદયાત્રામાં જોડાયેલા પાટીદારો ઉંઝાના ઉમિયા ધામ પહોંચી ઉમિયા માતાજીને ધજા ચડાવી, પૂજા-અર્ચન કરશે તથા પાટીદાર સમાજને અનામત મળે તેવી પ્રાર્થના કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગ્રીનવુડ રિસોર્ટ ખાતે અનશન કરી રહેલ હાર્દિક પટેલની તબિયત લથડતા પહેલા સોલા સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Tags :