02744-220264, 222764       rakhewal@gmail.com
Home / મહેસાણા / મહેસાણામાં 15 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ, મિત્રતા કેળવાવી મિત્રની મદદથી બોલાવી ઘરે

મહેસાણામાં 15 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ, મિત્રતા કેળવાવી મિત્રની મદદથી બોલાવી ઘરે   01/09/2018

મંડાલી ગામે 15 વર્ષની કિશોરી સાથે મિત્રતા કેળવાવી મિત્રની મદદથી પોતાના ઘરે બોલાવી તેના પર દુષ્કર્મ ગુજાર્યાનો મામલો પ્રકાશમા આવ્યો છે. લાઘણજ પોલીસમા કિશોરીએ બે યુવકો સામે ગુનો નોંધાવ્યો હતો. મંડાલી ગામના કિશન હરગોવનભાઇ રાવળે ગામની 15 વર્ષની કિશોરી સાથે સાથે અભ્યાસ દરમિયાન મિત્રતા કેળવી હતી.
 
લાંબા સમયની મિત્રતા દરમિયાન વિશ્વાસ સંપાદીત કરનાર કિશન રાવળે 15 દિવસ પૂર્વે ગામમા જ રહેતા અલ્પુ નામના તેના મિત્ર સાથે કિશોરીનો પરિચય કરાવ્યો હતો. વાતચીત અને મુલાકાતો કરાવનાર કિશન કિશોરીને અલ્પુના ઘરે લઇ ગયો હતો. જ્યા અલ્પુએ તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો. ઉપરોકત બનાવની જાણ કિશોરીના પરિવારને થતા મામલો પોલીસમાં પહોચ્યો હતો. જેમા કિશોરીએ લાંઘણજ પોલીસમાં કિશન હરગોવનભાઇ રાવળ અને અલ્પુ રાવળ સામે ગુનો નોંધાવ્યો હતો.

Tags :