02744-220264, 222764       rakhewal@gmail.com
Home / સાબરકાંઠા / પ્રાંતિજ તાલુકાના ફતેપુરમાં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી

પ્રાંતિજ તાલુકાના ફતેપુરમાં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી   18/08/2018

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગામ ની શ્રી મહેતા હાઇસ્કુલ ખાતે ૭૨ સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી શાળા પરિવારો પરિવારો અને બાળકો દ્વારા કરવામાં આવી હતી ગુજરાતના સહકારી આગેવાન  અને ગામના સપૂત અને સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન મહેશભાઈ અમીચંદભાઈ પટેલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું પ્રભાતફેરી વિવિધ પ્રોગ્રામો બાળ પરેડનું અધ્યક્ષ પટેલે નિરીક્ષણ કરી સ્વતંત્ર પર્વ નિમિત્તે બાળકો વાલીઓ શાળા પરિવારને સંબોધ્યા હતા સ્વરાજ્ય માંથી સુરાજ્ય તરફ આગળ વધવા તેમજ વિદ્યાશક્તિ નો વ્યાપ વધારવા તેમને આહ્વાન કર્યું હતું સ્વચ્છતા ગામ વિકાસ રાષ્ટ્ર વિકાસ માટે આત્મસાત કરવા તેમને આહવાન કરી સરકારની વિવિધ શિક્ષણ યોજના નો ખ્યાલ આપ્યો હતો.
આ પ્રસંગે શંકરભાઈ સુથાર ગામ આગેવાનો યુવાનો હાજર રહી સ્વાતંત્ર પર્વની ઉજવણી સફળ બનાવી હતી.

Tags :