શામળાજી આરટીઓ ઓવર લોડ કૌભાંડનો પર્દાફાશ

 
 
 
 
 
                      શામળાજી ખાતે આવેલી દેશની સૌ પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટને સરકાર દ્વારા લાખ્ખોના ખર્ચે ડિજિટલ બનાવી ભ્રષ્ટાચાર નાબૂદ થયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે ત્યારે આજે આ ચેકપોસ્ટ ઉપરથી કોઈપણ જાતનો મેમો ભર્યા વગર પસાર થયેલી એક ઓવર લોડ ટ્રકને પકડી પાડી મોટા કૌભાંડનો પરદાફાશ કર્યો છે ...ત્યારે આજે ઝડપાયેલી ઓવર લોડ ટ્રકે આરટીઓ ઉપરથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાના દાવાની પોલ ખોલી ડિજિટલ ચેકપોસ્ટ અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. શામળાજી  આરટીઓ ચેક પોસ્ટ ઉપર ચાલતા ભ્રષ્ટાચાર અને ફોલ્ડર રાજને નાબૂદ કરવા રાજ્ય સરકાર દ્વારા લાખ્ખોના ખર્ચે અત્યાધુનિક ડિજિટલ દેશની પ્રથમ ચેક પોસ્ટ બનાવાઈ છે.ડિજિટલ ચેકપોસ્ટ બનાવ્યા બાદ ભ્રષ્ટાચાર મુક્ત ચેક પોસ્ટ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ત્યારે આ દાવાની પોલ આજે શામળાજી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલી એક ઓવરલોડ ટ્રકે ખોલી નાખી છે જેમાં ગુજરાત માંથી એક ટ્રકમાં લાકડાની પટ્ટી ઓ ભરી રાજસ્થાન તરફ જવા માટે શામળાજી આરટીઓ ચેકપોસ્ટ ઉપરના ૫ નંબરના કાંટા ઉપરથી પસાર કરવામાં આવી હતી.ત્યારે આ ટ્રકને કોઈ પણ જાતના મેમો વગર પસાર કરાવી દેવામાં આવ્યા બાદ આ ટ્રકને શામળાજી પોલીસે રતનપુર પાસેથી પકડી પાડી હતી અને ત્યાર બાદ આ ટ્રકના કાગળો જોતા ટ્રકની ૧૬ ટન વજન ભરવાની ક્ષમતા હોવા છતાં ૨૧ ટન માલ ભરેલો હતો ત્યારે પોલીસે આ ટ્રક ડિટેઇન કરી દ્રાઈવર ની પૂછ પરછ કરી હતી ત્યારે ટ્રક એક ફોલ્ડરે ૮૦૦ રૂપિયા લઇ વજન કાંટા ઉપરથી પસાર કરાવી હોવાનું બહાર આવ્યું હતું અને આવું છેલ્લા એક મહિનાથી ચાલતું હોવાનું દ્રાઇવરે જણાવ્યું હતું ત્યારે પોલીસે હાલ તો આ ટ્રકને ઓવરલોડનો મેમો આપી ટ્રક ડિટેઇન કરી છે.ત્યારે લાખ્ખો ખર્ચાયા બાદ ભ્રષ્ટાચાર મુક્ત ચેક પોસ્ટની વાતો કરતું તંત્ર ખરેખર ભ્રષ્ટાચાર દૂર કરવામાં કેટલું સફળ રહ્યું છે તે આ કેસની ઊંડાણ પૂર્વક તપાસ થાય ત્યારેજ બહાર આવી શકે તેમ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.