02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ઝંડા ઊંચા રહે હમારા / આદર્શ વિદ્યા સંકુલનું ગૌરવ

આદર્શ વિદ્યા સંકુલનું ગૌરવ   17/08/2018

સંગીતક્ષેત્રે બહુનામના ધરાવતા આદર્શ વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓ પોતાની તેજસ્વીતા પાથરતા ભારત વિકાસ પરિષદ ડીસા દ્વારા આયોજીત ‘રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા’માં  તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ઠ દેખાવ કરી પોતાની સર્વશ્રેષ્ઠતા સાબિત કરી છે. પ્રાથમિક વિભાગમાં ૮ બાળકોએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. માધ્યમિક વિભાગના ૮ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ સિધ્ધપ્રાપ્તિમાં દિક્ષિતભાઈ પ્રજાપતિ, કિર્તિભાઈ અનાવાડિયા તેમજ ધરતીબેન દરજીએ અથાગ મહેનત કરી બાળકોને તૈયાર કર્યા હતા. તમામ બાળકોને શાળાના પ્રધાનાચાર્ય નટુભાઈ જાષી તથા હસુમતીબેન સાયતાએ પ્રોત્સાહિત કરી શાળા પરિવાર તેમજ તમામ શિક્ષકગણને બિરદાવેલ.

Tags :