થરાદના ભલાસરાની સીમમાં ખેડૂતોએ કાચી કેનાલનું ખોદકામ અટકાવતાં ખળભળાટ

 
 
                  ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન કાચી કેનાલ થરાદ તાલુકામાં ૨૦૧૫ અને ૨૦૧૭ના પુરમાં વ્યાપક પ્રમાણમાં તુટવા પામી હતી.જેને રિપેર કરીને તેમાં પાણી આપવાની ખેડુતોએ માંગણી કરતાં સરકાર દ્રારા આ નહેરની રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.
જો કે  ભલાસરા ગામની સીમમાં કેનાલની આજુબાજુના ખેડુતોએ શનિવારની સાંજ અટકાવી દેતાં ચકચાર મચવા પામી હતી. આ અંગે ખેડતોએ જણાવ્યું હતું કે સિંચાઇ વિભાગના અધિકારીઓની અને કોન્ટ્રાક્ટરની ગેરહાજરીમાં મજુરો દ્વારા મશીન વડે મનફાવે તેવી રીતે ચુનો નાંખીને ખોદવામાં આવી રહી છે. જેને કારણે નહેર વાંકાચુંકી બની રહી છે. પરિણામે ફરી પાછી તુટવાની દહેશત છે. જેને જુના સર્વે પ્રમાણે પ્રમાણે ખોદવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. વળી ખેડુતો ભાવાભાઇ વિરાજી,માવાભાઇ વિરાજી, સેનાભાઇ ઉદાજી, પ્રેમાજી જગતાજી પટેલ, હરચંદભાઇ વિરાજી સહિતોએ ખેડુતોએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭માં એકજ જગ્યાએ નહેર તુટવાના કારણે દશરથભાઇ ગોવાજી સહિત ૨૦ ખેડુતોના ખેતરમાં ૧૦થી ૧૨ ફુટ રેત ચડવા પામી છે.આ અંગે ખેડુતો દ્રારા તત્કાલિન સિંચાઇમંત્રી નાનુભાઇ વાનાણીને રજુઆતો કરી જે એક જગ્યાએ વારંવાર નહેર તુટેછે તે ભાગને પાકો કરી આપવાની માંગણી કરી હતી.પરંતુ તેમ નહી કરાતાં વારંવાર તુટતી કેનાલ અને થતા નુકશાનના કારણે ખેડુતોએ રોષે ભરાઈ ને કામગીરી અટકાવી દીધી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.