ડીસા : ગુજરાતના એક એવા પ્રમાણિક પોલીસ અધિકારી કે જેમની ૩૦ વર્ષની નોકરીમાં ૩૮ વખત બદલી થઈ

કોઇની શેહ શરમ ન રાખનાર સિદ્ધાંતવાદી ડીવાયએસપી એચ.કે.વાઘેલા અનેકવાર રાજકારણનો ભોગ બન્યા 
 
પ્રજાની સુરક્ષા સાથે કાયદાનું રક્ષણ કરતાં પોલીસતંત્રને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે બદનામી સહેવી પડે છે. પરંતુ સાવ એવું નથી અનેક અધિકારીઓ છે જે પ્રમાણિકતાથી પોતાની ફરજ બજાવે જ છે.સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરનાર અધિકારીઓને ફિલ્મોમાં દર્શાવતા મુજબ રાજકારણનો ભોગ બનવું પડે છે અને આ હકીકતની દુનિયામાં પણ લાગુ પડે છે.ત્યારે ગુજરાતના આવા જ એક પ્રમાણિક અને સિદ્ધાંતવાદી પોલીસ અધિકારી કે જેમની ૩૦ વર્ષની નોકરી દરમિયાન ૩૮ વખત બદલી થઈ છે.
 
વાત છે, ડીસા ખાતે ફરજ બજાવી થોડા દિવસ અગાઉ રાધનપુર બદલી પામેલા ડીવાયએસપી એચ.કે.વાઘેલાની,તમને પોતાની નોકરી દરમિયાન કોઈ પણ ચરમબંધીની શેહ શરમ રાખ્યા વગર માત્ર કાયદાને અનુસરી હંમેશા પ્રમાણિક્તાથી પોતાની ફરજ નિભાવતા આવ્યા છે.સ્પષ્ટ વક્તા તરીકેની છાપ ધરાવતા હરદેવસિંહ વાઘેલા(એચ.કે.વાઘેલા)એ નિશ્વાર્થ ભાવથી પ્રજાની સેવા પૂરી પાડી છે.વારંવાર રાજકારણનો ભોગ બન્યા છે છતાં ક્યારેય સિદ્ધાંતો સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરી નથી તેથી જ તેમની અવાર નવાર બદલી થતી રહે છે.ડીવાયએસપી એચ.કે.વાઘેલા મૂળ ભાવનગર જિલ્લાના વતની છે તેમના ભાઈ પણ ગુજરાત સરકારમાં ઉચ્ચ હોદ્દા પર છે? રાજ્યના પૂર્વ મંત્રી જનકસિંહ રાણાએ એચ.કે.વાઘેલાની અગાઉ બદલી કરાવતા ભારે ચર્ચા જાગી હતી.આજ સુધી આ પ્રમાણિક અધિકારી આમે આંગળી કરી શકાય એવો એકપણ દાખલો નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.