02744-220264, 222764       rakhewal@gmail.com
Home / અરવલ્લી / અરવલ્લી જિલ્લાના તલાટીકમ મંત્રીઓના પ્રાણ પ્રશ્નો અંગે કલેકટરને આવેદનપત્ર આપ્યું

અરવલ્લી જિલ્લાના તલાટીકમ મંત્રીઓના પ્રાણ પ્રશ્નો અંગે કલેકટરને આવેદનપત્ર આપ્યું   08/09/2018

 અરવલ્લી જિલ્લાના તલાટીકમ મંત્રીઓના પ્રાણ પ્રશ્નો અંગે કલેકટરને આવેદનપત્ર આપ્યું
 
 
મોડાસા
તા.૬/૯/૧૮ ના રોજ અરવલ્લી જિલ્લા તલાટી કમમંત્રી મંડળ, રાજ્ય તલાટી કમમંત્રી મંડળના આદેશ અનુસાર તલાટી કમ મંત્રીઓના પ્રાણ પ્રશ્નો માટે કલેકટર અરવલ્લી, જિલ્લા વિકાસ અધિકારી, અરવલ્લી-જિલ્લા પોલીસ અધિક્ષક-અરવલ્લીને આવેદનપત્ર આપવામાં આવેલ. અને ભવિષ્યના કાર્યક્રમો સંદર્ભે જાણ કરવામાં આવેલ. સરકાર સાથે જા સુખદ ઉકેલ ના આવે તો જલદ કાર્યક્રમોનું પણ આયોજન કરેલ છે. જેમાં તા.૧૦/૯/૧૮ ને સોમવારે રાજ્યભરમાં ત.ક.મંત્રીભાઈઓ-બહેનો કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. તા.૧૭/૯/૧૮ ના રોજ રાજ્યભરના ત.ક.મંત્રી ભાઈ-બહેનો ફરજ પર હાજર રહી પેનડાઉનનો કાર્યક્રમ કરશે. તા.ર૭/૯/૧૮ ને ગુરૂવારના  રોજ રાજ્યભરના ત.ક.મંત્રી ભાઈ-બહેનો સી.એલ.મુકી સ્થાનિક કક્ષાએ દેખાવો કરશે તા.ર/૧૦/૧૮ ને મંગળવારના રોજ રાજ્યભરના ત.ક.મંત્રી ભાઈઓ-બહેનો ધરણા કરશે.

Tags :