02744-220264, 222764       rakhewal@gmail.com
Home / મહેસાણા / મહેસાણા શહેરમાં સીટી બસ સેવા પુન : ચાલુ કરવા ઉઠેલી લોકમાંગ

મહેસાણા શહેરમાં સીટી બસ સેવા પુન : ચાલુ કરવા ઉઠેલી લોકમાંગ   29/09/2018

 
 
મહેસાણા
મહેસાણા શહેરમાં છેલ્લા કેટલાંક વર્ષોથી સીટી બસ સેવા બંધ કરી દેવાતાં કારમી મોંઘવારીમાં સામાન્ય વ્યકિતઓ રીક્ષાઓમાં વધુ ભાડા ખર્ચી આર્થિક રીતે પીડાઇ રહ્યા છે. પાલિકામાં ભાજપ બાદ કોંગ્રેસના શાસનમાં પણ પ્રજાને પૂરતી સુવિધા મળતી નથી. 
મહેસાણા શહેરનો દિન-પ્રતિદિન વિકાસ થઇ રહ્યો છે. મહેસાણાથી દેલા, રાધનપુર રોડ અને પાંચોટ સુધી તેમજ પાલાવાસણા વિસ્તારમાં પણ લોકો વસવાટ કરે છે. ભાજપના શાસનમાં સીટી બસ ચલાવવા કોંગ્રેસ દ્વારા દેકારો મચાવવામાં આવેલ. જ્યારે હાલમાં કોંગ્રેસના શાસનમાં માર્ગોનું નવિનીકરણ થયા બાદ સીટી બસ ચાલુ કરવામાં આવેલ પરંતુ ગમે તે કારણોસર બંધ કરવામાં આવી છે. રીક્ષા ચાલકો મીનીમમ ભાડું રૂ. ૧૦ લે છે અને સ્પેશિયલ રીક્ષા કરવામાં આવે તો રૂ. ૩૦ થી ૪૦ લે છે. આજે સામાન્ય વ્યકિતઓ અને મજૂર-કામદાર વર્ગને રીક્ષાનો આશરો લેવો પડે છે. જેથી સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવું આમ જનતા ઇચ્છી રહી છે. મહેસાણા બિલાડી બાગ નજીક બનાવેલી સીટી બસ સ્ટેન્ડની ખુરશીઓ પણ બેસવાને લાયક રહી નથી. 

Tags :