મોડાસા માર્કેટયાર્ડ દ્વારા દબાણો મુદ્દે નોટિસ અપાતા વેપારીઓની હડતાલ

 
 
મોડાસા
 અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલા એપીએમસીમાં ૯૮ વેપારીઓ દ્વારા પોતાની દુકાનોની આગળ ઓટલા ,જાળી તેમજ ઉપર પતરાંના શેડ બનાવી દબાણો કર્યા છે વેપારીઓના આ દબાણો વર્ષોથી કરાયેલા છે ત્યારે માર્કેટ યાર્ડ દ્વારા આ ૯૮ વેપારીઓને તેઓએ કરેલા દબાણો દૂર કરવા માટે ૨૫ સપ્ટેબર સુધીની મહેતલ આપી હતી અને ત્યાં સુધીમાં વેપારીઓ દ્વારા દબાણો દૂર નહીં કરાય તો ૨૬ સપ્ટેબરે એપીએમસી દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.ત્યારે આ વેપારીઓના દબાનોના મામલે હાલ એપીએમસી સત્તાધીશો અને વેપારીઓ હાલ આમને સામને આવી ગયા છે વેપારીઓએ એપીએમસી દ્વારા વર્ષો જુના દબાણો દૂર કરવાના બહાના હેઠળ વેપારીઓને હેરાન કરતા હોવાનો આક્ષેપ કરી વેપારીઓએ આજથી બે દિવસ માટે એપીએમસીની દુકાનો બંધ રાખી હડતાળ પાડી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.