02744-220264, 222764       rakhewal@gmail.com
Home / અરવલ્લી / મોડાસા ખાતે નગર પાલિકા અને પોલીસ વિભાગના લગાવેલા ૪૬ સીસીટીવી કેમેરા પૈકી ૩૬ કેમેરા બંધ

મોડાસા ખાતે નગર પાલિકા અને પોલીસ વિભાગના લગાવેલા ૪૬ સીસીટીવી કેમેરા પૈકી ૩૬ કેમેરા બંધ   02/09/2018

મોડાસા
સીસીટીવી બંધ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે નગર પાલિકા અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે લગાવાયેલા ૪૬ સીસીટીવી કેમેરા પૈકી ૩૬ કેમેરા બંધ ....
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલા જુદા જુદા વિસ્તાર મોડાસા ચાર રસ્તા , માલપુર રોડ ,મેઘરજ રોડ ,જુના બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ગુનાખોરી રોકવા માટે નગર પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા થોડા મહિનાઓ પહેલા લાખ્ખો રૂપિયાના ખર્ચે ૪૬ જેટલા સીસીટીવી કેમેરા લગાવાયા હતા.જેનું મોનીટરીંગ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી રહ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ગુનાખોરી રોકવામાં મહત્વનો ભાગ ભજવતી આ તીસરી આંખને મોતિયો આવતા ૪૬ માંથી માત્ર ૧૦ કેમેરા ચાલુ છે જ્યારે બાકીના ૩૬ કેમેરા બંધ હાલતમાં લટકી રહયા છે જેને રીપેરીંગ કરવામાં તંત્ર ઉદાસીન છે છેલ્લા કેટલાક સમય થી મોડાસા શહેરમાં ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓ છાશવારે બની રહી છે ત્યારે તંત્ર દ્વારા લાખ્ખોના ખર્ચે લગાવાયેલા આ બધાજ કેમેરા ચાલુ કરાય તો સાચા અર્થમાં ગુનાખોરી ડામવામાં ઉપયોગી સાબિત થાય તેમ છે. આ મામલે મોડાસા ડીવાયએસપીએ જણાવ્યું હતું કે આ કેમેરા નગર પાલિકા દ્વારા લગાવી પોલીસ વિભાગને સોંપવામાં આવ્યા છે માટે રીપેરીંગ માટે નગર પાલિકા ને જાણ કરવામાં આવી છે જ્યારે નગર પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે શહેરમાં લગાવાયેલા સીસીટીવી કેમેરા ઓ કેટલાક ટેક્નિકલ ખામી ઉપરાંત શહેરમાં લાઈટના થાંભલા બદલવાની કામગીરીને કારણે બંધ થઈ ગયા છે જેને ચાલુ કરવા માટે જેતે એજન્સીને જાણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. ત્યારે મહત્વની વાત એ છે કે પોલીસ વિભાગ દ્વારા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા ખાનગી સોસાયટી અને દુકાનદારોને સીસીટીવી લગાવવા ફરજ પડાઈ રહી છે ત્યારે શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર આ બંધ કેમેરા ચાલુ કરાય તે જરૂરી છે.

Tags :