મોડાસા તાલુકામાં ખેડૂતોએ વાવેલા મગફળીના પાકને કુદરતી દંશ લાગ્યો

ગતને પેટનો ખાડો પુરવા માટે અનાજ પુરુ પાટો તાત હવે ખુદ ભૂખ્યે મરવાનો વારો આવતો હોય તેવું લાગી રહ્યું છે, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ખેડૂતોએ વાવેલા મગફળીના પાકને કુદરતી દંશ લાગતા મરવા પડ્યો છે.
 
રાજ્યમાં મગફળીના કૌંભાંડથી ખેડૂતોને નુકસાન તો થયું જ છે પરંતુ બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં સફેદ ડોળના ઉપદ્રવથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોડાસા તાલુકાના ખંભીસર સહિત આસપાસના ગામમાં મગફળીના ઉભા પાકને સફેદ ડોળ મગફળીને આરોગી જતાં ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. જિલ્લામાં વરસાદ નથી થયો અને પૂરતી વીજળી પણ નથી મળી એવામાં ડોળના રોગે ડાટ વાળતા જગતનો તાત પાયમાલ થવાની કગાર પર આવી ગયો છે.
 
મોડાસા તાલુકાના ખંભીસર, રામપુરા, બોડી, મેઢાસણ સહિત આસપાસના વિસ્તારોમાં થયેલા મગફળીના વાવેતરમાં ડોળ નામના રોગનો ઉપદ્રવ વધતા ખેડૂતોની જીવ પડીકે બંધાયા છે. આસપાસના ગામડાઓમાં અંદાજે 80 ટકા જેટલા હેક્ટરમાં મગફળીમાં મગફળીનું વાવેતર થયું છે. જો કે ડોળ નામના ઉપદ્રવથી ખેડૂતોની મુશ્કેલી વધી છે, ખેડૂતો સારા પાકની આશા સાથે મોંઘા દાટ બિયારણો તો વાપર્યા પણ હવે ડોળએ દાટ વારતા જગતનો તાત જિંદગીથી નાસીપાસ થઇ ગયો છે, ડોળનો રોગ એવો છે કે, ખેતીવાડી અધિકારીઓને પણ દોડતા કરી દીધા છે. અને ખેતીવાડી અધિકારીઓએ પણ જગતના તાતને કપરી પરિસ્થિતિમાંથી ઉગારવા માટે કવાયત હાથ ધરી છે.
 
હલમાં જ સમગ્ર રાજ્યમાં ખેત ઉત્પાદનોમાં મોટો ભ્રષ્ચાચાર થયાના વંટોળ બાદ હવે કુદરતી કહેર આવતા ખેડૂત ખોટના ખાડામાં દબાઇ જતો હોય તેવું લાગી રહ્યું છે, જો કે આ ખોટનો ખાડો ખેડૂતને કેટલો દાટી દેશે તે તો સમય જ બતાવશે, પણ હવે આ ખાડામાંથી સરકાર જો રાહતની રસ્સી ખેંચે તો કદાચ ખેડૂત ચોક્કસ બહાર આવી શકે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.