02744-220264, 222764       rakhewal@gmail.com
Home / સાબરકાંઠા / સાબરકાંઠા જીલ્લામાં ગણેશ મહોત્સવની સ્થાપના કરાઈ

સાબરકાંઠા જીલ્લામાં ગણેશ મહોત્સવની સ્થાપના કરાઈ   15/09/2018

         સાબરકાંઠા જીલ્લામાં ગણેશ મહોત્સવની સ્થાપના કરાઈ.  સાબરકાંઠા જીલ્લામાં આજે ઠેર ઠેર ગણેશ મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આજે ઠેર ઠેર વિવિધ જગ્યાએ ગણેશ સ્થાપન શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે આજે હિંમતનગરના વિનાયક નગર ખાતે છેલ્લા ૨૨ વર્ષોથી ગણેશ સ્થાપન કરવામા આવે છે... ગણેશ મહોત્સવ દરમિયાન દર દિવસ દરમિયાન અહિ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે અને આજે ગણેશ સ્થાપના દિવસે સમગ્ર શહેરમાં અનેક જગ્યાએ ગણેશ સ્થાપન કરવામાં આવે છે... ત્યારે વિનાયક નગર ખાતે આજે ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને ત્યારબાદ ગણેશ સ્થાપન કરાયુ હતુ અને આજથી દસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે દસ દિવસ બાદ ગણેશ વિસર્જન કરવામાં આવશે.</div>

Tags :