02744-220264, 222764       rakhewal@gmail.com
Home / મહેસાણા / બહુચરાજી બસસ્ટેન્ડથી હાઈવેને જાડતો ઉબડખાબડ રોડ ન બનતાં લોકોમાં રોષ

બહુચરાજી બસસ્ટેન્ડથી હાઈવેને જાડતો ઉબડખાબડ રોડ ન બનતાં લોકોમાં રોષ   19/09/2018

 બહુચરાજી બસસ્ટેન્ડથી હાઈવેને જાડતો ઉબડખાબડ રોડ ન બનતાં લોકોમાં રોષ 
 
 
 
ચાણસ્મા 
યાત્રાધામ બહુચરાજી બસસ્ટેન્ડથી હાઈવેને જાડતો પ૦૦ મીટરનો રોડ સાવ તૂટી ગયો હોવા છતાં તંત્ર દ્વારા રીપેર કરવામાં કે નવો બનાવવામાં નહીં આવતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
બહુચરાજી નારણપુરા વાડી ગરનાળાથી એસટી સ્ટેન્ડને જાડતો પ૦૦ મીટરનો આરસીસી રોડ વર્ષો અગાઉ બનાવાયો હતો. આજે આ રોડ પર ઠેર-ઠેર મોટા મોટા ગાબડા પડી ગયા છે. વળી આ રોડની બંને બાજુ કાચા - પાકા દબાણો અને સામાનના ઢગલા કરી દેવાયેલા હોઈ એસટી સહિતના ભારે વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી અનુભવવી પડે છે. ઘણીવાર બે એસટી સામસામે આવી જાય તો પસાર થવું મુશ્કેલ બની જાય છે અને અકસ્માતનો ભય ઉભો થાય છે. આ રસ્તો બજારમાં જવાનો મુખ્ય રોડ હોઈ નાના- મોટા વાહનોથી ધમધમતો હોવા છતાં વહીવટીતંત્રને આ રોડનું સમારકામ કરવામાં જરાયે રસ જણાતો નથી. આ રોડનું સમારકામ કરાવવા  સ્થાનિક વેપારી મંડળ દ્વારા પણ અગાઉ રજુઆતો કરાઈ હોવા છતાં નધરોળ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 

Tags :