નવરાત્રીમાં આધુનિક સ્વરૂપ ધારણ કરતાં પ્રાચીન ગરબાઓ

 નવરાત્રીમાં આધુનિક સ્વરૂપ ધારણ કરતાં પ્રાચીન ગરબાઓ
 
 
 
 
 
મહેસાણા
નવરાત્રી એટલે નવરાત્રીનો સમૂહ આ દિવસો અને રાત્રીઓમાં દૈવીશÂક્ત, નવદુર્ગાની પૂજા અર્ચના, ભÂક્ત થાય છે જેથી ગુજરાતમાં આસો સુદ-૧ થી ૯ સુધીના શÂક્ત ઉપાસનાના પર્વ નવરાત્રીનું મહાત્મ્ય વિશેષ  હોઈ નવેનવ દિવસ આ તહેવાર ઉત્સાહ ઉમંગ અને ભÂક્ત ભાવ પૂર્વક હોંશે હોંશે દેશભરમાં ઉજવાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળમાં નવરાત્રીનું ખાસ મહત્વ છે. પરંતુ વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ નવરાત્રી પર્વની ઉજવણી કરે છે.
આદ્યશÂક્ત મા અંબા, બહુચર, ચામુંડા, દુર્ગા, કાળી ખોડીયાર, ભદ્રકાળી, બ્રહ્માણી, આશાપુરી, અન્નપૂર્ણા, બૂટભવાની, માતંગી, ભુવનેશ્વરી, માતભવાની, ભવાની, મેલડી, ઉમિયા, હરસિÂધ્ધ, સંતોષી, અનસૂયા, સરસ્વતી, લક્ષ્મી, ગંગા, ગાયત્રી, વાઘેશ્વરી, નર્મદા, કનકેશ્વરી, જાગેશ્વરી, હિંગળાજ, ચેહર, અર્બુદા વગેરે અનેક દેવીઓની સ્તુતિ, પ્રાર્થના, આરાધના કરવામાં આવે છે.
નવરાત્રીના પ્રારંભ પહેલાં ઠેર ઠેર નાની મટુકી કે ઘડા, ઘડુલીઓ વેચાય છે. આમાં નાના છિદ્રો હોય છે. કેટલીક માટલીઓ રંગબેરંગી બનાવેલી હોય છે. તેમાં પણ છિદ્રો કરેલા હોય છે. કુંભાર યા પ્રજાપતિના ઘરેથી કે બજારોમાંથી લાવેલ આ માટીની વસ્તુની કિંમત રૂપિયામાં હોય છે. પરંતુ તેમાં શ્રધ્ધાપ્રેમ અને ભÂક્તનો ભાવ આવતાં તે ગરબો કે ગરબી બની જાય છે. અને તે આલૌકિક સ્થાન ધરાવે છે. આમાં ધર્મનું આરોપણ થાય છે.
 તેમાં માતાજી મા શÂક્ત બિરાજે છે. જે હાજરા હજૂર છે તેવો ભાવ ભાવિકોના મનમાં પ્રગટ થાય છે. આ ગરબામાં દિવડો મૂકવામાં આવે છે. અને એક જગ્યાએ મૂકી નવ દિવસ સુધી તેની ઉપાસના કરાય છે. સવારે અને સાંજે માતાજીની આરતી ઉતારવામાં આવે છે. માતાજીના મંદિરોને રોશનીથી શણગારાય છે. માની મૂર્તિને રોજ નવા વ†ો, આભૂષણો પહેરાવાય છે. તેમજ સવારી પણ બદલાય છે. પોળો, મહોલ્લા, શેરીઓમાં ગરબાના પ્રતિકરૂપે માંડવી કાંઢવામાં આવે છે. મંદિરોમાં રોજ ફૂલો, અગરબત્તી, ધૂપ, અત્તર, દિપમાળા વગેરેથી પવિત્રતા વધારાય છે.
 જા કે હવે વર્તમાન આધુનિક યુગમાં ગરબાઓ આધુનિક બની ગયા છે. જેથી શેરી, મહોલ્લા કે પોળોના ગરબા સામાન્ય બની ગયા છે. ગરબા, માંડવીઓના મોટાપાયે આયોજનો થવા માંડ્યા છે. જાણીતા કલાકારો, ગાયકો, વાદ્યવુંદોની બોલબાલા વધી જવા પામી છે. આની પાછળ મોંઘાધાટ ખર્ચાઓ થાય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.