02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ભયંકર અકસ્માતમાં બેના મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ભયંકર અકસ્માતમાં બેના મોત   10/10/2018

ગુજરાતમાં આજે વહેલી સવારે બે ગોઝારા અકસ્માતમાં કુલ ચાર લોકોના અકાળે મોત થયા છે. આજે વહેલી સવારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ પર ચકલાસી પાસે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. હાઇવે પર ટ્રકની પાછળ ટ્રેલર ઘૂસી જતાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.
 
બીજો ગોઝારો અકસ્માત ખેડાના નડિયાદ પાસે આવેલ ડભાણ ચોકડી પાસે સર્જાયો હતો. રસ્તાની સાઇડમાં ઉભી રહેલી ટ્રકની પાછળ લક્ઝરી બસ અથડાતા બસના ડ્રાઇવર અને ક્લીનરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે. નેશનલ હાઇવે પર અકસ્માત થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
 
આસો માસના પ્રારંભના પહેલાં જ દિવસે વહેલી સવારે ગાઢ ધુમ્મસ કેટલીક જગ્યાએ જોવા મળ્યું હતું. આ બંને અકસ્માત કયા કારણોસર થયા તેની માહિતી હજુ સામે આવી નથી. બંને અકસ્માતમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને અકસ્માતનો ભોગ બનેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.

Tags :