02744-220264, 222764       rakhewal@gmail.com
Home / પાટણ / રાધનપુરમાં તબીબે ગૌશાળાને રૂ.૫૧ હજારનું દાન આપી પુત્રનો જન્મદિવસ ઉજવ્યો

રાધનપુરમાં તબીબે ગૌશાળાને રૂ.૫૧ હજારનું દાન આપી પુત્રનો જન્મદિવસ ઉજવ્યો   12/10/2018

 
 
 
 પ્રતિ. રાધનપુર
રાધનપુરમાં જાણીતા તબીબ ડો.વિજય સુથારે તેમના પુત્ર પ્રિયાંશુનો જન્મદિન અનોખી રીતે ઉજવીને સમાજને નવો રાહ ચીંધ્યો હતો. તબીબ પરિવારે રાધનપુરમાં આવેલી શ્રી સુરભી ગૌશાળામાં જઈને ગૌમાતાઓના સાનિધ્યમાં પુત્રના જન્મદિનની ઉજવણી કરી હતી,અને ગૌશાળામાં જ કેક કાપી હતી. આ પ્રસંગે તેમણે ગૌમાતાઓના નિભાવ માટે ગૌશાળાને રૂ.૫૧ હજારનું અનુદાન આપીને પુત્ર પ્રિયાંશુના જન્મદિનને યાદગાર બનાવ્યો હતો. આ પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન અમથા ભાઈ ચૌધરી, ડો.ખેતશીભાઈ પટેલ, ગૌપ્રેમીઓ પપ્પુભાઈ ઠક્કર, કુલદિપસિંહ રાઠોડ, હરેશભાઇ રઘુરામભાઇ ઠક્કર સહિતે ઉપસ્થિત રહીને પ્રિયાંશુને શુભકામનાઓપાઠવી હતી. અને ડો.વિજય સુથારના કાર્યની સરાહના કરી હતી.

Tags :