15 વર્ષની કિશોરી પર લેબ ટેક્નિશિયને દુષ્કર્મ કર્યાનો આક્ષેપ, યુવકને લોકટોળાએ માર્યો માર

ભટારમાં રહેતા 24 વર્ષના ખાનગી હોસ્પિટલના લેબ ટેક્નિશિયને 15 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી તેને પોતાના ઘરે બોલાવી હાથ-પગ બાંધીને રેપ કર્યાના આક્ષેપનો કેસ બુધવારે મોડી રાત્રે ઉમરા પોલીસ સ્ટેશનમાં પ્રકાશમાં આવ્યો છે. કિશોરીના પરિવારજનોએ યુવકને બોલાવ્યા બાદ દુષ્કર્મ કર્યાની કબૂલાત કરતા લોકટોળાએ જાહેરમાં માર માર્યો હતો. 
 
ઉમરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને બન્ને પક્ષોને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં તરૂણીના પરિવારજનોએ સાગર નામના શખ્સ સામે રેપનો આક્ષેપ મુક્યો હતો. જોકે, ઘટના ભટાર વિસ્તારના આઝાદનગર નજીકની છે. એટલે પોલીસે પરિવારજનોને નિવેદનો લઈ ફરિયાદ કરવા માટે ખટોદરા પોલીસમાં મોકલી આપ્યા હતા. વધુ તપાસ ખટોદરા પોલીસ કરી રહી છે. ભટારમાં રહેતો 24 વર્ષીય સાગર વરાછાની ખાનગી હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન છે અને તેના પિતા રિક્ષા ચલાવે છે.
 
પીડિતાની બહેને જણાવ્યું હતું કે, મારી નાની બહેન બહારના રૂમમાં વાંચતી હતી અને મારા માતા-પિતા અંદરમાં રૂમમાં સૂતા હતા. દરમિયાન મારી બહેનને સાગર ફોન કરીને બોલાવતો હતો. મારા મમ્મી-પપ્પા સૂતા હતા ત્યારે મારી બહેન બહારથી દરવાજો લોક કરીને લગભગ એકાદ વાગ્યાના અરસામાં સોસાયટીમાં નજીકમાં રહેતા સાગરના ઘરે ગઈ હતી. જ્યાં અંધારૂ હોવાથી સાગરે તેને હાથ પકડીને ઘરમાં ખેંચી લીધી હતી. સાગરે મારી નાની બહેનના હાથ-પગ બાંધી દઈ તેની સાથે રેપ કર્યો હતો. બીજીબાજુ મારા માતા-પિતા અચાનક જાગી જતા આગળના રૂમમાં મારી નાની બહેન દેખાતી ન હતી અને મોબાઈલ પણ ન હતો. એટલે મમ્મી-પપ્પા ગભરાયા અને મારા ઘરે રહેતો મામાનો દીકરો તેણે બીજી ઘરની ચાવીથી લોંખડની જાળીનો અડાગરો ખોલ્યો અને બહાર ચેક કરવા નીકળ્યા, તેજ સમયે સાગરને ખબર પડી જતા તેણે મારી બહેનને ધમકાવીને કહ્યું કે કોઈને કહીશ નહીં, નહીતર તારા પપ્પા તને મારશે એમ કહીને તેને મોકલી હતી. પછી મારી બહેન તેના ઘરેથી પાછી રાત્રે મારા ઘરે આવી ગઈ હતી. તે વખતે મમ્મી-પપ્પાને એવુ ટેન્શન હતું કે ધો-10ની એક્ઝામની તૈયારીમાં ડીપ્રેશનમાં આવી ગઈ હશે એટલે તેઓ કંઈ બોલ્યા ન હતા. 
 
વધુમાં જણાવ્યું હતું કે, સવારે મારા પિતાએ તેને ગઈકાલે રાત્રે ક્યાં ગઈ એમ કહીને તેને માર માર્યો હતો છતાં તે કંઈ જણાવ્યું ન હતું. અને ઘરમાં પણ કોઈને કંઈ વાત કરતી ન હતી. સાંજે મે તેને બહાર લઈ જઈ શાંતિથી વાત કરી ત્યારે તેણે સાગરે કરેલી કરતૂતો અંગેની હકીકતો જણાવી હતી. બાદમાં મે મારા માતા-પિતાને આ હકીકતો જણાવી તો તેઓ મને કીધું કે, આપણે સોસાયટીમાં કોઈને ખબર નહીં પડે તે માટે સાગર અને તેના પિતાને બહાર બોલાવીએ.જેથી અમે અમારા પરિવારજનો અને મારી બહેનને લઈને ઈચ્છાનાથ એસવીએનઆઈટી કોલેજ પાસે ગયા. જ્યાં સાગર અને તેના પિતા પણ આવ્યા. જોકે, સાગરે પહેલાં આવું કશું ન કર્યું હોવાનું જણાવ્યું બાદમાં કિશોરીએ તેની પોલ ખોલતા તેણે આ કૃત્ય કર્યુ હોવાનું કબુલ્યું હતું. જેના કારણે અમે તેને માર માર્યો સાથે ત્યાં ઉભેલા ટોળાએ તેને માર માર્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.